IPL 2023: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, આઈપીએલમાં પૂરા કર્યા 7 હજાર રન
May 06, 2023

દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ એક મોટી સિદ્ધિ હાસિલ કરી છે. સ્ટાર બેટર કોહલીએ આઈપીએલ 2023ની 50મી મેચમાં 12 રન પૂરા કરવાની સાથે ઈતિહાસ રચી દીધો છે. તે આઈપીએલમાં 7000 રન પૂરા કરનાર પ્રથમ બેટર બની ગયો છે. આ સાથે તે કોઈ એક ટીમ માટે એક ટૂર્નામેન્ટમાં ટી20 ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે.
દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચ પહેલા વિરાટ કોહલીએ 233 આઈપીએલ મેચમાં 36.61ની એવરેજથી 6988 રન બનાવ્યા હતા. કોહલી આ સીઝનમાં શાનદાર ફોર્મમાં છે. તેણે અત્યાર સુધી 9 મેચમાં 376 રન ફટકાર્યા છે. તો આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર કોહલીના નામે એક સીઝનમાં સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ પણ છે. તેણે આઈપીએલ 2016માં 973 રન બનાવ્યા હતા. કોહલીના નામે 113ના સર્વશ્રેષ્ઠ સ્કોરની સાથે આઈપીએલમાં 5 સદી અને 46 અડધી સદી પણ છે.
આઈપીએલ 2021માં કોહલી ટી20 લીગમાં 6 હજાર રન પૂરા કરનાર પ્રથમ બેટર બન્યો હતો. આઈપીએલ 2019માં તે સુરેશ રૈના બાદ લીગમાં 5 હજાર રન બનાવનાર બીજો બેટર બન્યો હતો. આઈપીએલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે કોહલી બાદ શિખર ધવન છે. પંજાબ કિંગ્સના કેપ્ટનના નામે 213 મેચમાં 6536 રન છે. ડેવિડ વોર્નર 6189 રનની સાથે ત્રીજા સ્થાને છે. વોર્નરે માત્ર 172 મેચ રમી છે. રોહિત શર્મા (6063) અને રૈના (5528) ચોથા અને પાંચમાં સ્થાને છે.
Related Articles
મેડલ ગંગામાં વહાવવા કુસ્તીબાજો હરિદ્વાર રવાના
મેડલ ગંગામાં વહાવવા કુસ્તીબાજો હરિદ્વાર...
May 30, 2023
IPL FINAL : ટ્રોફી લેતી વખતે ધોનીએ એવું કર્યું કે લોકોને તેના માટે માન વધી ગયું
IPL FINAL : ટ્રોફી લેતી વખતે ધોનીએ એવું...
May 30, 2023
ચેન્નાઈ પાંચમીવાર આઈપીએલ ચેમ્પિયન, ગુજરાત સામે પાંચ વિકેટે વિજય
ચેન્નાઈ પાંચમીવાર આઈપીએલ ચેમ્પિયન, ગુજરા...
May 30, 2023
CSKના ચેમ્પિયન બન્યા બાદ રિવાબાએ જાડેજાને ગળે લગાવ્યો
CSKના ચેમ્પિયન બન્યા બાદ રિવાબાએ જાડેજાન...
May 30, 2023
કુસ્તીબાજો તેમના ઓલિમ્પિક મેડલ ગંગામાં વહાવશે
કુસ્તીબાજો તેમના ઓલિમ્પિક મેડલ ગંગામાં વ...
May 30, 2023
અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમની બહાર બબાલ, પોલીસે કર્યો લાઠીચાર્જ
અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમની બહાર બબાલ, પો...
May 30, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023