IPL FINAL : ટ્રોફી લેતી વખતે ધોનીએ એવું કર્યું કે લોકોને તેના માટે માન વધી ગયું
May 30, 2023

IPLમાં ગુજરાતને હરાવીને ચેન્નઈ સુપર કિંગ્સ પાંચમી વખત ચેમ્પિયન બની હતી. ગત સીઝનમાં પ્લેઓફમાં પણ ન પહોંચી શકનારી આ ટીમે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરીને ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. ગઈકાલે ચેન્નઈએ ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરતને હરાવ્યુ હતું. મેચ પુરો થયા બાદ ધોનીએ મેચના હીરો જાડેજા અને નિવૃત્તિ જાહેર કરેલા રાયડુને ટ્રોફી લેવા સ્ટેજ બોલાવી ફરી એકવાર ક્રિક્રેટ પ્રેમીઓનુ દીલ જીતી લીધુ હતું. રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બે બોલમાં એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકારીને ચેન્નઈને ચેમ્પિયન બનાવ્યું હતું. આ સાથે આ મેચ અંબાતી રાયડુની છેલ્લી IPL મેચ હતી. અંબાતી રાયડુએ ફાઈનલ પહેલા IPLમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આ મેચમાં રાયડુએ 8 બોલમાં 19 રન ફટકાર્યા હતા જ્યારે જાડેજા 6 બોલમાં 15 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. મેચ પુરો થયા બાદ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર બતાવ્યું છે કે તે શા માટે બીજા ક્રિકેટરથી અલગ છે. ચેન્નઈ મેચ જીત્યા બાદ જ્યારે ધોનીને IPL ટ્રોફી લેવા માટે સ્ટેજ પર બોલાવવામાં આવ્યો ત્યારે તે એકલો ટ્રોફી લેવા પહોંચ્યો ન હતો. ધોની સાથે રાયડુ અને જાડેજા ટ્રોફી લેવા સ્ટેજ પર આવ્યા હતા. ધોનીએ રાયડુને ટ્રોફી આપીને વચ્ચે ઉભો રાખ્યો હતો જ્યારે પોતે જાડેજા સાથે સાઈડમાં ઉભો રહી ગયો હતો. ધોનીએ પોતાની કેપ્ટનશિપ દરમિયાન એવા ઘણા કામ કર્યા છે, જે બાદમાં ભારતીય ક્રિકેટ ટીમમાં ટ્રેન્ડ બની ગયા હતા. ટ્રોફી જીતતાની સાથે જ તે યુવા ખેલાડીને ટ્રોફી આપી દેતો હતો. ધોનીએ પોતે એક વખત કહ્યું હતું કે ક્રિકેટ એક ટીમ ગેમ છે અને કેપ્ટનને પહેલા અલગ ફૂટેજ મળી જાય છે, તેથી જ તે ટીમને ટ્રોફી સોંપે છે કારણ કે આખી ટીમે મળીને ટાઇટલ જીતી હોય છે
Related Articles
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ, ખેલાડીઓને દિલ્હી લઈ જવા વિશેષ ટ્રેનની કરી વ્યવસ્થા
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ...
May 09, 2025
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વરુણ ચક્રવર્તી સહિતના ક્રિકેટર્સે જુઓ શું કહ્યું
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વ...
May 07, 2025
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...' GT સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...'...
May 07, 2025
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી શકે છે BCCI, બુમરાહનું કપાશે પત્તું!
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી...
May 06, 2025
એશિયા કપમાં પાકિસ્તાન અંગે સુનીલ ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી, ભારત કરવાનું છે મેજબાની
એશિયા કપમાં પાકિસ્તાન અંગે સુનીલ ગાવસ્કર...
May 03, 2025
હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી પેટ કમિન્સ હતાશ, ટીમની ભૂલો ગણાવી
હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી...
May 03, 2025
Trending NEWS

07 May, 2025