નમતું જોખવા તૈયાર નથી ઈરાન, ખામેનેઈએ કહ્યું- કર્મોની સજા ભોગવી રહ્યું છે ઈઝરાયલ
June 20, 2025
તેહરાન : ઈઝરાયલ-ઈરાન બંને એકબીજા પર મિસાઈલો અને ડ્રોનથી સતત હુમલાઓ કરી રહ્યા છે. બંને દેશોના યુદ્ધને આજે આઠમો દિવસ છે, ત્યારે ઈરાનના સુપ્રીમ લીડર અયતુલ્લા અલી ખામેનેઈ (Iran Supreme Leader Ali Khamenei) યુદ્ધના માહોલમાં કોઈપણ રીતે નમતું જોખવા નથી અને તેમણે ફરી ઈઝરાયલને ધમકી આપી છે. તેમણે કહ્યું કે, ‘ઈઝરાયલ પોતાના કર્મોની સજા ભોગવી રહ્યું છે. જો હુમલાઓ ચાલુ રાખશે તો અમે પણ જડબાતોડ જવાબ આપીશું.’
બીજીતરફ ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશ્કિયને પણ ઈઝરાયલી હુમલાને લઈ કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ‘ઈઝરાયલ કોઈપણ શરત વગર તાત્કાલીક હુમલો રોકે, તે જ શાંતિનો રસ્તો છે. જો ઈઝરાયલ હુમલા ચાલુ રાખશે તો અમે મજબૂરીથી જડબાતોડ જવાબ આપીશું.’ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘જ્યાં સુધી ઈઝરાયલ હુમલા કરતું રહેશે, ત્યાં સુધી અમે અમેરિકા કે અન્ય કોઈ દેશ સાથે આ મુદ્દે કોઈ વાતચીત નહીં કરીએ. ઈરાને કહ્યું છે કે, આવી સ્થિતિમાં યુદ્ધ અટકાવવાની વાતચીત કરવી અસંભવ છે.
ગુરુવારે (12મી જૂન) રાત્રે ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો જેના બાદ ઇરાને પણ બદલો લીધો. ઈઝરાયલી સેનાએ ગુરુવારે (19મી જૂન) જણાવ્યું હતું કે, ઈરાને નાગરિકોને ભારે જાનહાનિ પહોંચાડવાના હેતુથી ક્લસ્ટર બોમ્બ લઈ જતી મિસાઇલ છોડી હતી. આ યુદ્ધમાં ક્લસ્ટર મિસાઇલોનો ઈરાન દ્વારા પહેલીવાર પ્રયોગ કરાયો હતો. ઈરાન દ્વારા ઝીંકાયેલી મિસાઇલમાં ઈઝરાયલના મધ્યમાં લગભગ 4 માઇલ (7 કિલોમીટર)ની ઊંચાઈએ વિસ્ફોટ થયો હતો, જેના કારણે તેની અંદર રહેલા લગભગ 20 ક્લસ્ટર બોમ્બ 5 માઇલ (8 કિલોમીટર)ની ત્રિજ્યામાં વિખેરાઈ ગયા હતા અને તબાહી મચાવી હતી.
Related Articles
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને ડેટ કરતી પત્નીની હત્યા કરી
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને...
Oct 17, 2026
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો કરાવવાનું મળ્યું ઈનામ! અમેરિકાએ આપ્યો હિલેરી ક્લિન્ટન એવોર્ડ
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો...
Oct 17, 2026
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્કૂલમાં ગોળીબાર, 3 બાળક અને ટીચરના મોત, હુમલાખોર પણ ઠાર
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્...
Oct 17, 2026
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રાહત, પાસપોર્ટ અપડેટ દરમિયાન પણ ભારત આવવા-જવા પર રોક નહીં
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રા...
Oct 17, 2026
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026