ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધના ભયાનક દ્રશ્યો સામે આવ્યા, આખી રાત મચી તબાહી
June 14, 2025
ઈઝરાયલે શુક્રવારે ઈરાન પર એક પછી એક તાબડતોબ હુમલાઓ શરૂ કર્યા. તેના જવાબમાં ઈરાને શનિવારે (14મી જૂન) સવારે ઈઝરાયલ પર મિસાઇલ હુમલાઓ શરૂ કર્યા છે. જેમાં ઈઝરાયલના ઉત્તરીય ક્ષેત્રને નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલાથી ઉત્તરી ઈઝરાયલમાં સાઈરન વાગવા લાગ્યા છે અને લોકોને બંકરોમાં આશ્રય લેવાની અપીલ કરી છે.
અહેવાલો અનુસાર,મિડિલ ઈસ્ટથી ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ઈઝરાયલના ઘણા મોટા શહેરોને નિશાન બનાવીને મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. ઈરાનના હુમલા બાદ ઈઝરાયલી સેનાએ કહ્યું, 'છેલ્લા એક કલાકમાં, ઈરાને ઈઝરાયલ પર ડઝનબંધ મિસાઈલો છોડી છે, જેમાંથી કેટલીકને અટકાવવામાં આવી છે.' ઈરાને ઈઝરાયલના તેલ અવીવ અને જેરુસલેમ પર હુમલો કર્યો છે. અગાઉ ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો અને ઘણાં ટોચના ઈરાની અધિકારીઓના મોત થયા હતા.
ઈરાને તેલ અવીવમાં ઈઝરાયલી રક્ષા મુખ્યાલય પર હુમલો કર્યો હતો, જેને આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમ પણ રોકવામાં નિષ્ફળ ગઈ છે. 24 કલાકની અંદર ઈઝરાયલી હવાઈ હુમલા બાદ ઈરાને બદલો લીધો છે. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન સામે ઓપરેશન રાઈઝિંગ શરૂ કર્યું છે. તેમણે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે, 'આ તો માત્ર શરૂઆત છે. વધુ તબાહી હજુ થવાનો છે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. અમારો ઉદ્દેશ્ય ઈરાન દ્વારા ઈઝરાયલના અસ્તિત્વ માટે ઊભા થયેલા ખતરાને ખતમ કરવાનો છે.'
Related Articles
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં ઇમરાન ખાનની PTI સરકાર સસ્પેન્ડ
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં...
Oct 11, 2026
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થયું, અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો દાવો
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થ...
Oct 11, 2026
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026