યુદ્ધ વિરામની સમજૂતીની જાહેરાત બાદ ઇઝરાયલે કર્યો બ્લાસ્ટ, 86ના મોત

January 18, 2025

15 મહિના પછી યુદ્ધની આગમાં સળગી રહેલા ગાઝામાં શાંતિની ઘોષણા કરવામાં આવી. ઇઝરાયલ અને હમાસ યુદ્ધવિરામ કરાર પર સંમત થયા હતા પરંતુ ગાઝા પટ્ટીમાં હુમલાઓનો સિલસિલો ચાલુ જ છે. મહત્વનું છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ કરાર રવિવારથી અમલમાં આવશે.

પરંતુ કરાર અમલમાં આવે તે પહેલાં બુધવારે ઇઝરાયલે ફરીથી ગાઝા પટ્ટીમાં બ્લાસ્ટ કર્યો હતો. ગાઝાની નાગરિક સંરક્ષણ એજન્સીએ જણાવ્યું હતું કે ગાઝામાં તાજેતરના ઇઝરાયલી હુમલાઓમાં 86 લોકો માર્યા ગયા છે અને લગભગ 258 લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ ગાઝા સિવિલ ડિફેન્સ એજન્સીના પ્રવક્તા મહમૂદ બસલે ગુરુવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરતા કહ્યું કે બુધવારે યુદ્ધવિરામ કરારની જાહેરાત થયા પછી ઇઝરાયલી હુમલાઓમાં 86 લોકો માર્યા ગયા છે. અને 258 ઘાયલ થયા છે. . યુદ્ધવિરામની જાહેરાત પછીના સમયગાળામાં આ અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે.