'RSS પ્રમુખનું નિવેદન રાજદ્રોહ સમાન, કોઈ અન્ય દેશમાં હોત તો ધરપકડ થઇ હોત': રાહુલ ગાંધી
January 15, 2025
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરએસએસ ચીફ મોહન ભાગવત પર રાજદ્રોહનો આરોપ મૂક્યો છે. મોહન ભાગવતે રામ મંદિર બન્યા બાદ દેશને સાચી સ્વતંત્રતા મળી હોવાનું નિવેદન આપતાં રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો હતો કે, ‘આવુ કહેવું એ દરેક ભારતીયનું અપમાન છે. જો કોઈ બીજા દેશમાં મોહન ભાગવતે આ પ્રકારનું નિવેદન આપ્યું હોત તો તેમની ધરપકડ કરવામાં આવી હોત.’
ભાગવતે એક સમારોહમાં નિવેદન આપ્યું હતું કે, ‘અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તિથિને ‘પ્રતિષ્ઠા દ્વાદશી’ તરીકે ઉજવવી જોઈએ. કારણકે અનેક સદીઓથી દુશ્મનોના આક્રમણનો સામનો કરનારા ભારતની આ દિવસે સાચા અર્થમાં સ્વતંત્રતા પ્રતિષ્ઠિત થઈ હતી. અગાઉ સ્વતંત્રતા હતી પરંતુ સાચા અર્થમાં પ્રતિષ્ઠિત થઈ ન હતી.'
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘ભાગવતે જે કહ્યું તે રાજદ્રોહ સમાન છે. તેમના આ નિવેદનનો અર્થ થાય છે કે, બંધારણ ગેરકાયદેસર છે, અંગ્રેજો વિરૂદ્ધની લડાઈ ગેરકાયદે છે. કોઈ અન્ય દેશમાં આ પ્રકારનું નિવેદન આપ્યુ હોત તો તેમની ધરપકડ થઈ હોત અને તેમના પર કેસ ચલાવવામાં આવતો.’
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘ભાગવતનું આ નિવેદન દરેક ભારતીયનુ અપમાન છે. હવે સમય આવી ગયો છે, આ પ્રકારની વાહિયાત વાતો સાંભળવાનું બંધ કરવુ જોઈએ. બે વિચારધારા વચ્ચેની લડાઈ છે. અમારો વિચાર બંધારણનો વિચાર છે, જ્યારે આરએસએસની વિચારધારા તેનાથી વિપરિત છે.’
રાહુલ ગાંધીએ ઈન્દિરા ભવન નામથી કોંગ્રેસના નવા મુખ્યાલયનું ઉદ્ધાટન કરતાં આ અંગે જણાવ્યું હતું કે, ‘એકમાત્ર કોંગ્રેસ જ એવો પક્ષ છે કે, જે ભાજપ અને આરએસએસના એજન્ડાને અટકાવી શકે છે. કારણકે, કોંગ્રેસ એક જ વિચારધારા ધરાવતો પક્ષ છે. આજે તમામ તપાસ એજન્સીઓનું કામ માત્ર વિપક્ષના નેતાઓને ઘેરી તેમને જેલ મોકલવા સુધી જ સીમિત છે. ચૂંટણી પંચ પણ સરકારના ઈશારા પર ચાલે છે. તેમની પાસે મહારાષ્ટ્ર અને હરિયાણા ચૂંટણીનો ડેટા માંગ્યો તો તેમણે આપવાથી ઈનકાર કરી દીધો. હવે અમે કેવી રીતે વિશ્વાસ કરીએ કે, ઈલેક્ટોરલ સિસ્ટમ યોગ્ય છે.’
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026