જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર, PM મોદીએ પણ આપી પ્રતિક્રિયા
July 22, 2025

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે સાંજે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતાં આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. આજે મંગળવારે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ તેમનું રાજીનામું સ્વીકાર્યું છે.
74 વર્ષીય ધનખડ 2022થી ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળી રહ્યા હતાં. સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ ઉપરાષ્ટ્રપતિના રાજીનામાથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું મંજૂર કર્યું છે. આગામી કાર્યવાહી માટે ગૃહ મંત્રાલયને રાજીનામું મોકલવામાં આવ્યું છે. જેના પર થોડી વારમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર એક્સ પર પોસ્ટ કરી તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. તેમણે કહ્યું કે, જગદીપ ધનખડજીને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત અન્ય ભૂમિકાઓમાં દેશની સેવા કરવાની અનેક તક મળી હતી. તેમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે હું શુભકામના પાઠવું છું.
જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદે ત્રણ વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ ગઈકાલે સોમવારે અચાનક રાજીનામાંની જાહેરાત કરી હતી. આમ ચાલુ કાર્યકાળમાં જ અધવચ્ચે રાજીનામું આપનારા તેઓ ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. તેમની પહેલાં વીવી ગિરીએ ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે 3 મે, 1969માં તત્કાલિન રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈનના નિધન બાદ કાર્યકારી રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું હતું. ભૈરવસિંહ શેખાવતે પમ કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સંપ્રગ ઉમેદવાર પ્રતિભા પાટિલ વિરૂદ્ધ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ 21 જુલાઈ, 2007ના રોજ ઉપરાષ્ટ્રપતિ પદના કાર્યકાળ દરમિયાન રાજીનામું આપી દીધુ હતું.
Related Articles
NDAએ 10 કેન્દ્રીય મંત્રીઓની ટીમ બનાવી, આજે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી
NDAએ 10 કેન્દ્રીય મંત્રીઓની ટીમ બનાવી, આ...
Sep 09, 2025
વડાપ્રધાન મોદીએ હુમલાની કરી નિંદા, કહ્યું 'ભારત તમામ પ્રકારના આતંકવાદની વિરૂદ્ધ'
વડાપ્રધાન મોદીએ હુમલાની કરી નિંદા, કહ્યુ...
Sep 09, 2025
જમ્મુ કાશ્મીરના કુલગામમાં અથડામણ, 2 આતંકવાદીને કરાયા ઠાર, 2 જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના કુલગામમાં અથડામણ, 2 આતંક...
Sep 09, 2025
પીએમ મોદી આજે પંજાબ અને હિમાચલ પ્રદેશમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે
પીએમ મોદી આજે પંજાબ અને હિમાચલ પ્રદેશમાં...
Sep 09, 2025
12000 કરોડના કૌભાંડી મેહુલ ચોક્સીનું થશે પ્રત્યાર્પણ! ભારતે બેલ્જિયમ સાથે ડિટેલ્સ શેર કરી
12000 કરોડના કૌભાંડી મેહુલ ચોક્સીનું થશે...
Sep 08, 2025
'દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર...', સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
'દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણ...
Sep 08, 2025
Trending NEWS

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025