નોકરી, ધનલાભ, પ્રમોશન... હોળી પછી ધન અને કુંભ સહિત આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
January 28, 2026
વૈદિક જ્યોતિષમાં શનિદેવને કર્મોનું ફળ આપનાર ગ્રહ માનવામાં આવે છે. શનિ ન્યાય, શિસ્ત અને જવાબદારી સાથે સંકળાયેલો ગ્રહ છે, જેની અસર જીવનના ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રો પર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શનિ વય, રોગ, સંઘર્ષ, તકનીકી ક્ષેત્રો, નોકરી, સેવા વર્ગ, લોખંડ અને તેલ જેવા વિષયો સાથે જોડાયેલો હોય છે. જ્યારે પણ શનિની ચાલ અથવા સ્થિતિમાં પરિવર્તન આવે છે, ત્યારે આ બધા ક્ષેત્રોમાં પરિવર્તન જોવા મળે છે.
દ્રિક પંચાંગ પ્રમાણે હોળી પછી 13 માર્ચ, 2026ના રોજ શનિદેવ સાંજે 7:13 વાગ્યે મીન રાશિમાં અસ્ત થશે. લગભગ 30 વર્ષ પછી શનિદેવ એક મોટી સ્થિતિમાં પરિવર્તન કરવા જઈ રહ્યા છે. શનિ અસ્તની અસર તમામ રાશિઓ પર પડશે, પરંતુ કેટલીક રાશિઓ માટે આ સમય ભાગ્ય ચમકાવનારો સાબિત થઈ શકે છે. આ દરમિયાન નોકરી, ધન અને પ્રગતિ સબંધિત નવી તકો મળવાના સંકેત છે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે શનિનું અસ્ત થવું એ ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થવાનો સંકેત આપી રહ્યું છે. આ દરમિયાન તમે ઘર, વાહન અથવા સંપત્તિ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો. પૈસા સબંધિત નવી તકો સામે આવી શકે છે. નોકરી બદલવાની યોજના બનાવી રહેલા લોકોને સારી ઓફર મળવાની શક્યતા છે. અચાનક ધન લાભના પણ યોગ બની રહ્યા છે. આ સાથે જ તમારી માતા સાથેના તમારા સંબંધો પહેલા કરતાં વધુ મજબૂત બની શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે શનિનું અસ્ત થવું એ સકારાત્મક પરિણામો લાવી શકે છે. આ સમય દરમિયાન આર્થિક મામલે રાહત મળી શકે છે. અચાનક ધન લાભના યોગ બની શકે છે અને વેપારીઓને લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળી શકે છે. આ સમય શિક્ષણ, ભાષણ, મીડિયા, વેચાણ અથવા માર્કેટિંગ સાથે સંકળાયેલા જાતકો માટે ખાસ રહેશે. તમારા શબ્દોનો પ્રભાવ પડશે, અને લોકો તમારા વિચારોથી પ્રભાવિત થશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે શનિનો અસ્ત આત્મવિશ્વાસ વધારનારો સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારી છબીમાં વધુ સુધારો થશે અને સમાજમાં માન-સન્માન વધી શકે છે. વૈવાહિક લોકોના સબંધો મધુર બનશે અને તમારા જીવનસાથીની પ્રગતિના યોગ બની રહ્યા છે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની આવકમાં વધારો થઈ શકે છે. તમે લાંબા સમયથી જે કામમાં મહેનત કરી રહ્યા છો તેમાં સફળતા મળવાના સંકેતો છે. પાર્ટનરશિપ સાથે જોડાયેલા કામોમાં પણ લાભ મળી શકે છે.
Related Articles
બે દિવસ બાદ મંગળના નક્ષત્રમાં સૂર્યનું ગોચર, 5 રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થશે
બે દિવસ બાદ મંગળના નક્ષત્રમાં સૂર્યનું ગ...
Oct 10, 2026
શુક્રની વિપરિત ચાલ 4 રાશિના જાતકો માટે મુસીબત બનશે, 42 દિવસો માટે રહેવું એલર્ટ
શુક્રની વિપરિત ચાલ 4 રાશિના જાતકો માટે મ...
Sep 30, 2026
122 દિવસ શનિની ખાસ કૃપા રહેશે 5 રાશિના જાતકો પર, ધન લાભ સાથે તકલીફો થશે દૂર!
122 દિવસ શનિની ખાસ કૃપા રહેશે 5 રાશિના જ...
Sep 26, 2026
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં 3 રાશિના જાતકોએ સાવધાન થઇ જવું
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં...
Sep 11, 2026
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના જાતકોની કિસ્મત પલટાવશે
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના...
Sep 03, 2026
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ અદ્ભુત યોગ: અષ્ટમી, રોહિણી નક્ષત્ર અને વૃષભ ચંદ્રનો સંયોગ
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ...
Sep 02, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026