ભારતમાં યોજાયેલ WWEમાં જોન સીનાની જબરદસ્ત જીત, હારી ગયા તમામ ભારતીય રેસલર

September 09, 2023

શો માં વર્લ્ડ હેવીવેઈટ ચેમ્પિયન સેથ રોલિંસે પણ ભાગ લીધો હતો, શોમાં ભારતના 4 સ્ટાર્સ જોવા મળ્યા હતા,પરંતુ દરેક સુપરસ્ટારને હારનો સામનો કરવો પડ્યો હતો.


WWEનું ગઈકાલ 8 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદમાં Superstar Spectacle લાઈવ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 6 વર્ષ બાદ WWEનું ભારતમાં પહેલી ઈવેન્ટ હતી અને દરેક રીતે આ ઈવેન્ટ ખાસ હતી. મુખ્ય ઈવેન્ટમાં દિગ્ગજ જોન સીના એક્શનમાં જોવા મળ્યા હતા. 

આ ઈવેન્ટમાં બે ચેમ્પિયનશિપ મેચ જોવા મળી હતી. એક તરફ રિયા રિપ્લીએ વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપનો બચાવ કર્યો હતો. તો બીજી બાજુ ગુંથરે પણ પોતાની આઈસી ચેમ્પિયનશિપનો બચાવ કર્યો હતો. શો માં વર્લ્ડ હેવીવેઈટ ચેમ્પિયન સેથ રોલિંસે પણ ભાગ લીધો હતો, તેણે પોતાનું ટાઇટલ બચાવ્યું ન હતું. મુખ્ય ઈવેન્ટમાં તે એક્શનમાં જોવા મળ્યો હતો. તેમણે જોન સીનાની સાથે ટીમ બનાવીને ધી ઈમ્પીરિયમ સામે ટેંગ ટીમ લડ્યા હતા. શોમા કુલ મળીને 6 મુકાબલા થયા હતા. પરંતુ ભારતીય સુપરસ્ટાર્સ માટે આ શો બિલકુલ પણ યાદગાર નથી રહ્યો. શોમાં ભારતના 4 સ્ટાર્સ જોવા મળ્યા હતા,પરંતુ દરેક સુપરસ્ટારને હારનો સામનો કરવો પડ્યો હતો.