કન્હૈયા કુમાર પર વડાપ્રધાન-RSS અંગે અભદ્ર ટિપ્પણીનો આરોપ, ભાજપે નોંધાવી ફરિયાદ
April 13, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘ (RSS) વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર વિરુદ્ધ પટણામાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપની લીગલ ટીમે મોદી-આરએસએસ અંગે અભદ્ર ટિપ્પણી કરવા બદલ કન્હૈ કુમાર વિરુદ્ધ કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે અને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ભાજપ નેતાઓએ ચેતવણી આપતા કહ્યું છે કે, ‘કોંગ્રેસ પાર્ટીના સાંસદ રાહુલ ગાંધીએ મૌન તોડી આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. ભારતની એકતા અને સંપ્રભુતાને ઠેસ પહોંચાડનારા કોઈપણ વ્યક્તિને જેલમાં ધકેલી દેવો જોઈએ. ભાજપના મીડિયા પ્રભારી દાનિશ રિજવાન સહિત અનેક નેતાઓ કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને કન્હૈયા કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
દાનિશ રિજવાને કહ્યું કે, ‘કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારે એક ખાનગી સમાચાર ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યું હતું, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. કન્હૈયાએ કહ્યું હતું કે, પીએમ મોદી સંઘીય છે અને આરએસએસ આતંકવાદી છે. તેમના આ નિવેદનના કારણે દેશના કરોડો લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. આ ખૂબ જ મોટો ગુનો છે, તેથી બિહાર પોલીસે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
Related Articles
'દોષનો ટોપલો પાયલટ પર ઢોળવાનો પ્રયાસ', અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પાયલટ એસોસિયેશનના આરોપ
'દોષનો ટોપલો પાયલટ પર ઢોળવાનો પ્રયાસ', અ...
Jul 12, 2025
'હજુ નિષ્કર્ષ પર નથી પહોંચ્યા', અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ કેન્દ્ર સરકારનું મોટું નિવેદન
'હજુ નિષ્કર્ષ પર નથી પહોંચ્યા', અમદાવાદ...
Jul 12, 2025
સરકારી કર્મચારીઓની લાગશે લોટરી? પગારમાં 30% વધારાની શક્યતા
સરકારી કર્મચારીઓની લાગશે લોટરી? પગારમાં...
Jul 12, 2025
આખરે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી : આવતા અઠવાડિયે મુંબઈમાં પહેલા સો-રુમનું ઉદ્દઘાટન કરશે
આખરે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી : આવતા અઠવ...
Jul 12, 2025
પીએમ મોદીએ કહ્યું, યુવા શક્તિ ભારતની સૌથી મોટી મૂડી, 51000 યુવાઓને નિયુક્તિ પત્ર અપાયા
પીએમ મોદીએ કહ્યું, યુવા શક્તિ ભારતની સૌથ...
Jul 12, 2025
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાંથી 6 લોકોને બહાર કઢાયા
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમા...
Jul 12, 2025
Trending NEWS

12 July, 2025

12 July, 2025

12 July, 2025
12 July, 2025
12 July, 2025
12 July, 2025
12 July, 2025

12 July, 2025

11 July, 2025

11 July, 2025