રાજસ્થાનના બાલોત્રામાં બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 6 લોકોના મોત
February 28, 2026
શુક્રવારે રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના સરવાડી ગામમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માત થયો છે. ખાનગી બસ અને ટ્રેલર અથડાયા હતા. જેમાં છ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. ટક્કરમાં બસને ભારે નુકસાન થયું છે. અકસ્માતને કારણે હાઇવે પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બંને બાજુ વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ. માહિતી મળતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને બચાવ અને રાહત કામગીરી શરૂ કર્યુ હતુ.
મુસાફરોને એક પછી એક બસમાંથી બહાર કાઢવામાં આવ્યા. પોલીસે બસમાંથી છ મૃતદેહો બહાર કાઢ્યા હતા. જેને તેમણે કબજે લીધા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ગંભીર રીતે ઘાયલ મુસાફરોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં દરમિયાન ઘાયલ મુસાફરોની હાલત ગંભીર છે. બસની અંદરનું દ્રશ્ય આઘાતજનક હતું. કેટલાક મુસાફરોના મૃતદેહ બસની અંદર લટકતા હતા. ઘણી મહેનત પછી, બચાવ ટીમે મૃતદેહોને બસમાંથી બહાર કાઢ્યા હતા.
Related Articles
ભારતની સમુદ્રમાં નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ
ભારતની સમુદ્રમાં નવી તાકાત : 3 શક્તિશાળી...
Jun 21, 2026
ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વારા પર કબજો કર્યો, ભક્તોને બંધક બનાવ્યા
ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વા...
Jun 21, 2026
મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા, થરૂરે પણ આપ્યો વળતો જવાબ
મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્...
Jun 21, 2026
તમિલનાડુની ફેક્ટરીમાં ભયાનક ગેસ ગળતર: 65 કર્મચારીઓ બીમાર, 7ના મોત, CMનો તપાસનો આદેશ
તમિલનાડુની ફેક્ટરીમાં ભયાનક ગેસ ગળતર: 65...
Jun 21, 2026
મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા
મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની...
Jun 20, 2026
અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો
અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર...
Jun 20, 2026
Trending NEWS
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
19 June, 2026