કાશીના મહાસ્મશાન હરિશ્ચંદ્ર ઘાટ પર રમાઈ ચિતા-ભસ્મની હોળી
February 28, 2026
રંગભરી એકાદશીના અવસર પર વારાણસીના મહાસ્મશાન હરિશ્ચંદ્ર ઘાટ પર સળગતી ચિતાઓની વચ્ચે ડમરુ, ઘંટ, મૃદંગ અને ઢોલ-તાશાની ગુંજ વચ્ચે મસાન હોલી રમાઈ હતી. સામાન્ય રીતે હોળી ગુલાલથી રમાતી હોય છે, પરંતુ કાશીમાં ભોલેબાબાની સાથે સ્મશાનની ચિતામાંથી નીકળેલી ભસ્મથી હોળી રમાઈ હતી. એ પછીથી કાશીમાં પાંચ દિવસનો રંગમહોત્સવ શરૂ થઈ જાય છે.
વારાણસીના મોક્ષ આપતા સ્મશાનઘાટોમાં આખું વર્ષ સતત ચિતાઓ જલતી રહે છે, પરંતુ રંગભરી એકાદશીના દિવસે અહીં માતમની વચ્ચે પણ ભસ્મોત્સવનો રંગ જોવા મળે છે. રંગભરી એકાદશીના દિવસે ભગવાન વિશ્વનાથ માતા પાર્વતીને પિયરથી લઈને કાશી આવ્યા હતા અને કાશીવાસીઓ સાથે હોળી રમ્યા હતા.
જોકે તેઓ તેમના પ્રિય અઘોરીઓ, ભૂત, પ્રેત અને પિશાચની સાથે હોળી રમી શક્યા નહોતા. ત્યારથી પરંપરા પડી હતી કે તેઓ કાશીના સ્મશાનઘાટ પર આવીને તેમના ગણો સાથે ચિતાની ભસ્મથી હોળી રમે. કાશીમાં પાંચ દિવસનું હોળી પર્વ મનાવાય છે. એની શરૂઆત હરિશ્ચંદ્ર ઘાટથી થાય છે. એ પહેલાં બાબાની ભવ્ય શોભાયાત્રા નીકળે છે.
સવારે આમલકી એકાદશીના ઉત્સવ નિમિત્તે વારાણસીની ગલીઓમાં ભગવાન શિવ અને પાર્વતીનાં વિવિધ સ્વરૂપો ધારણ કરેલા સાધુસંતો, કલાકારો અને ભક્તોનું સરઘસ નીકળ્યું હતું. આમલકી એકાદશી નિમિત્તે કાશી વિશ્વનાથ ધામ સહિત પ્રમુખ વિષ્ણુ મંદિરોમાં પણ વિશેષ પૂજા થઈ હતી. આમળાંનું વૃક્ષ ભગવાન વિષ્ણુનું પ્રતીક મનાય છે એટલે એની પૂજા થાય છે.
Related Articles
વિરાટ-અનુષ્કા જેવા ભક્તો ધરાવતા પ્રેમાનંદ મહારાજનો આશ્રમ વિવાદમાં, શિષ્યના મોત બાદ યુવતી-બાળક ગુમ
વિરાટ-અનુષ્કા જેવા ભક્તો ધરાવતા પ્રેમાનં...
Oct 03, 2026
મોંઘવારીનો ડામ: પેટ્રોલમાં ₹5 અને ડીઝલમાં ₹3નો ભાવવધારો, ખાનગી કંપની નાયરા એનર્જીનો નિર્ણય
મોંઘવારીનો ડામ: પેટ્રોલમાં ₹5 અને ડીઝલમા...
Oct 03, 2026
જ્ઞાનેશ કુમારના રાજીનામાં સુધી લડાઈ યથાવત રહેશે'- અભિજીત દીપકે
જ્ઞાનેશ કુમારના રાજીનામાં સુધી લડાઈ યથાવ...
Oct 02, 2026
જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ તેજ છતાં ચૂંટણી પંચનું ડેમેજ કંટ્રોલ
જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ તેજ છતા...
Oct 02, 2026
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
Trending NEWS
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026