લાલુએ તેજસ્વીને સીએમ પદના ઉમેદવાર જાહેર કરી દીધા, મહાગઠબંધનમાં હલચલ
June 20, 2025
પટના ઃ RJD સુપ્રીમો લાલુ પ્રસાદે દીપ પ્રજ્જવલિત કરીને ગુરૂવારે પાર્ટીના રાજ્ય પરિષદની બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું. લાલુ યાદવે પાર્ટીના લોકોને કહ્યું કે, રાહ જોવાની જરૂર નથી. ગરીબ-દલિત અને આરજેડી માટે કામ કરનારાને જ ટિકિટ આપવામાં આવશે. આ સાથે લાલુ પ્રસાદ યાદવે એક મોટું એલાન કરી દીધું હતું જેને લઇને મહાગઠબંધનના સાથીઓમાં હલચલ મચી ગઇ હતી. કોંગ્રેસને ખાસ આ જાહેરાતથી વિચારવાની ફરજ પડી છે કારણ કે હજુ તો મહાગઠબંધનના સાથીઓ વચ્ચે બેઠક વહેંચણીની ફાઈનલ જાહેરાત પણ થઈ નથી.
લાલુએ તેજસ્વી યાદવને જ મહાગઠબંધન વતી સીએમ પદના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. લાલુ પ્રસાદ યાદવે આ બેઠકમાં કહ્યું કે,તેજસ્વી યાદવ દિવસ-રાત પરિશ્રમ કરીને પાર્ટીને આગળ વધારી રહ્યા છે તે માટે આભાર. કોઈ ભલે ગમે તેટલી ટીકા કરે, મુખ્યમંત્રી પદના એકમાત્ર દાવેદાર તેજસ્વી જ છે અને તેમાં શંકાને કોઈ સ્થાન નથી. નીતિશ કુમારના નેતૃત્વવાળી એનડીએ સરકારને દૂર કરીને કોઈપણ કિંમતે તેજસ્વીને મુખ્યમંત્રી બનાવવાનો છે. ગરીબ-વંચિત, લઘુમતિ, અનુસૂચિત જાતિ, પછાત અને અતિ-પછાતને સત્તામાં ભાગીદારી આપવાની છે.
લાલુ યાદવની આ જાહેરાત બાદ એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે, શું ઈન્ડિયા ગઠબંધન આ વાતનો સ્વીકાર કરશે? બીજી બાજું હવે આ જાહેરાત બાદ કોંગ્રેસ શું પ્રતિક્રિયા આપે છે, તે પણ જોવાનું રહ્યું.
Related Articles
પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની યાદ તાજી
પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની ન...
Dec 04, 2025
કાશ્મીરમાં પારો ફરી '0'થી નીચે, શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ
કાશ્મીરમાં પારો ફરી '0'થી નીચે, શોપિયાં...
Dec 04, 2025
મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી: અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બની ધ...
Dec 04, 2025
દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ્વારા ધરપકડ, ગોવાથી પુરુષ તો દમણથી મહિલા પકડાઈ
દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ...
Dec 04, 2025
બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ 4 નિર્દોષના જીવ લીધા, પાણીમાં ડૂબાડીને માર્યા
બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ...
Dec 04, 2025
દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓપરેશન : 7 નક્સલી ઠાર, 3 જવાનો શહીદ
દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાન...
Dec 03, 2025
Trending NEWS
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
02 December, 2025
02 December, 2025