દિલ્હીમાં ત્રણ દિવસ રહેવાથી ચેપ લાગશે, પ્રદૂષણ જોતા નીતિન ગડકરીને ચિંતા થઇ

April 15, 2025

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોમવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર એટલું ઊંચું છે કે શહેરમાં ત્રણ દિવસ રહેવાથી ચેપ લાગી શકે છે. પ્રદૂષણના સ્તરને કારણે દિલ્હી અને મુંબઈ રેડ ઝોનમાં હોવાની માહિતી આપતાં ગડકરીએ કહ્યું કે, આગામી સમયમાં વાયુ અને જળ પ્રદૂષણ અંગે ઘણું કામ કરવાની જરૂર છે. નીતિન ગડકરીએ કહ્યું, "દિલ્હીમાં પ્રદૂષણ ખૂબ વધારે છે, જો તમે ત્રણ દિવસ દિલ્હીમાં રહેશો તો તમને ચોક્કસ કોઈને કોઈ ચેપ લાગશે.

એક મેડિકલ રિપોર્ટ મુજબ, દિલ્હીનું પ્રદૂષણ નાગરિકના સરેરાશ આયુષ્યમાં 10 વર્ષનો ઘટાડો કરી રહ્યું છે." દિલ્હી વિધાનસભામાં, મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ 'વાહનોથી વાયુ પ્રદૂષણ નિવારણ' પર કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG)નો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં ઘણી ખામીઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ છેલ્લા બે વર્ષથી પેન્ડિંગ રહેલા 14 CAG રિપોર્ટમાંથી એક હતો. દારૂ આબકારી નીતિ અને આરોગ્ય સહિત ત્રણ રિપોર્ટ પહેલાથી જ રજૂ કરવામાં આવ્યા છે.