Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

'મેડમ પ્રૂફ વગર બ્લેમ કરે છે', નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત

February 02, 2026

ખેડા જિલ્લાના નડિયાદના મંજીપુરા વિસ્તારમાં રહેતા અને દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા જય વિજયકુમાર પાટીલ નામના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીએ પોતાના ઘરે અંતિમ પગલું ભરી જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાને પગલે પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે અને શૈક્ષણિક આલમમાં શોકની લાગણી સાથે અનેક સવાલો ઊભા થયા છે. આત્મહત્યા કરતા પૂર્વે જયે એક હૃદયદ્રાવક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, "સોરી મમ્મી, હું કંટાળી ગયો છું." તેણે નોટમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે કોલેજના મેડમ પુરાવા વગર તેના પર ખોટા આરોપો લગાવી રહ્યા છે. તેણે લખ્યું કે તે કોઈના શરીરની મજાક ઉડાવતો નથી અને તે નિર્દોષ હોવા છતાં તેને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. જો તેણે ભૂલ કરી હોત તો તેને શરમ ન આવત, પરંતુ નિર્દોષ હોવા છતાં બદનામ થતા તેણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. વિદ્યાર્થીના પિતા વિજયભાઈએ કોલેજ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ તેમને કોલેજમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં કોલેજ સત્તાધીશોએ જયના વર્તન પર દેખરેખ રાખવાની અને જો સુધારો ન જણાય તો લિવિંગ સર્ટિફિકેટ આપી દેવાની ધમકી આપી હતી. પિતાના મતે, કોલેજના શિક્ષકોએ ભેગા મળીને તેમના દીકરાને માનસિક રીતે એકલો પાડી દીધો હતો, જેના કારણે તે છેલ્લા ત્રણ દિવસથી ભારે મનોવૈજ્ઞાનિક દબાણ અને ડિપ્રેશનમાં હતો. બીજી તરફ, દિનશા પટેલ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ વિરેન્દ્ર જૈને આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, તેમને આ ઘટનાની જાણ થઈ છે. તેમણે ઉમેર્યું કે બે દિવસ પહેલા જ વિદ્યાર્થીના માતા સાથે મીટિંગ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન થયો હતો.  જય પાટીલના પરિવારે હવે ન્યાયની માંગ કરી છે. પિતાએ આક્રોશ સાથે જણાવ્યું છે કે તેમના નિર્દોષ દીકરાને આત્મહત્યા માટે મજબૂર કરનાર કોલેજ તંત્ર સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. પોલીસ દ્વારા અત્યારે સુસાઇડ નોટ કબજે કરવામાં આવી છે અને વિદ્યાર્થીના મોબાઈલ રેકોર્ડ્સ તેમજ કોલેજના સ્ટાફની પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ જ આત્મહત્યા પાછળનું સાચું કારણ અને જવાબદારો સામે આવશે.