મગદલ્લા- મધદરિયે હોડી પલટી છતાં તરવૈયા નાવિકોનો ચમત્કારિક બચાવ

January 18, 2026

મધદરિયે હોડી પલટી છતાં તરવૈયા નાવિકોનો ચમત્કારિક બચાવ

સુરત- સુરતના દરિયાકાંઠે આયોજિત 45મી મહાજન સ્મારક સમુદ્ર સઢવાળી હોડી સ્પર્ધા દરમિયાન મોટી દુર્ઘટના ટીળી હતી. મગદલ્લા-હજીરા બોટ સ્પર્ધામાં મધદરિયે હોડી પલટી મારતા અફરાતફરીનો માહોલ છવાયો હતો. જોકે, આ દુર્ઘટનામાં તરવૈયા નાવિકોનો ચમત્કારિક બચાવ થયો હતો. સુરત જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાતના રમતગમત, યુવા-સાંસ્કૃતિક વિભાગ દ્વારા હજીરા રો-રો ફેરીથી મગદલ્લા પોર્ટ સુધી 21 કિલોમીટર લાંબી હોડી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 10 સઢવાળી હોડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન પવનની ગતિ અને અન્ય કારણોસર ત્રણ હોડી પલટી મારતા દુર્ઘટના સર્જાઈ હતી. હોડી પલટી મારી જવાની દુર્ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકો ચોંકી ઉઠ્યા હતા. જોકે, તરવૈયા નાવિકોનો ચમત્કારિક બચાવ થતાં લોકો રાહતના શ્વાસ લીધા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.