મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત
February 14, 2026
મુંબઈ : મુંબઈના મુલુંડ પશ્ચિમ વિસ્તારમાં શનિવારે બપોરે મેટ્રો નિર્માણ કાર્ય દરમિયાન એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. એલબીએસ રોડ પર જોનસન એન્ડ જોનસન કંપની નજીક નિર્માણાધીન મેટ્રો પિલરનો સિમેન્ટનો મોટો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. આ કાટમાળ નીચેથી પસાર થઈ રહેલી એક ઓટો રિક્ષા અને કાર પર ખાબકતા અફરાતફરી મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના બપોરે આશરે 12:20 વાગ્યે બની હતી. દુર્ઘટના સમયે રિક્ષામાં સવાર 3 થી 4 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની આશંકા છે. પિલરનો હિસ્સો એટલો વજનદાર હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
ઘટનાની જાણ થતા જ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, મેટ્રોના ઉચ્ચ અધિકારીઓ, વોર્ડ સ્ટાફ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. પોલીસે સાવચેતીના ભાગરૂપે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને એલબીએસ રોડ પરનો ટ્રાફિક અન્ય માર્ગે ડાયવર્ટ કર્યો છે. હાલમાં આ દુર્ઘટના પાછળ મેટ્રો કોન્ટ્રાક્ટરની બેદરકારી છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
Related Articles
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુનિયામાં ફેલાયો હાઈજેકિંગનો ભય! ઈઝરાયલે ફાઈટર જેટ્સ ઉતાર્યા
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુન...
Sep 30, 2026
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આ...
Sep 21, 2026
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મ...
Sep 11, 2026
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે, રિસર્ચમાં ચોંકાવનારું તારણ
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ...
Sep 05, 2026
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડ...
Sep 03, 2026
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર લાગી અંતિમ મહોર
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્...
Sep 02, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026