PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું
September 03, 2026
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે વિવાદ અને તંગદિલી વચ્ચે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ વિશ્વના દેશોને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પર લાદવામાં આવેલા અમેરિકન પ્રતિબંધોમાંથી તેને બચાવવાનો પ્રયાસ કરનાર કે તેની સાથે વેપાર કરનાર કોઈ પણ દેશ પર ટ્રમ્પ પ્રશાસન કડક પ્રતિબંધો લગાવતા ખચકાશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે થયેલી તાજેતરની બેઠક બાદ આ નિવેદન સામે આવ્યું છે.
બિશકેકમાં SCO સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને ઈરાની પ્રમુખ પેઝેશ્કિયાન વચ્ચે થયેલી બેઠક અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચે હાલ કોઈ નવી ટ્રેડ ડીલ થઈ હોય તેવું તેમને લાગતું નથી. પરંતુ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નીતિ સ્પષ્ટ કરી છે કે કોઈ પણ દેશે ઈરાનને અમેરિકન પ્રતિબંધોથી બચાવવામાં મદદ ન કરવી જોઈએ.
અમેરિકન વિદેશ મંત્રીએ ઉમેર્યું હતું કે ઈરાન કમાણી કરી શકે અને તે પૈસાનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવા કે પરમાણુ હથિયારો બનાવવા માટે કરે તેવી કોઈ વ્યવસ્થા બનાવવામાં કોઈ દેશે મદદ ન કરવી જોઈએ. જો કોઈ દેશ ઈરાન સાથે આવો વેપારી કરાર કરવાનો નિર્ણય કરશે, તો અમેરિકા તે દેશ પર પણ આકરા પ્રતિબંધો લાદવા મજબૂર બનશે.
કિર્ગિસ્તાનની રાજધાની બિશકેકમાં યોજાયેલી 'શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન' (SCO) પરિષદ દરમિયાન પીએમ મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની પ્રવર્તમાન પરિસ્થિતિ અને ક્ષેત્રમાં વધી રહેલા વિવાદ પર ચર્ચા કરી હતી.
Related Articles
CJPના 'તિરંગા માર્ચ' પર રોક લગાવવાનો હાઈકોર્ટનો ઈનકાર: દિલ્હી પોલીસે કહ્યું- ‘...તો કડક એક્શન લઈશું’
CJPના 'તિરંગા માર્ચ' પર રોક લગાવવાનો હાઈ...
Oct 16, 2026
દિલ્હીમાં CJP ના દેખાવો વચ્ચે સુપ્રીમ કોર્ટના આદેશોની અવમાનના બદલ કેન્દ્ર સરકારે માફી માગી
દિલ્હીમાં CJP ના દેખાવો વચ્ચે સુપ્રીમ કો...
Oct 15, 2026
અમેરિકામાં ભારતીયોને વધુ એક ફટકો: વર્ક પરમિટનો 540 દિવસનો ગ્રેસ પીરિયડ કાયમ માટે નાબૂદ
અમેરિકામાં ભારતીયોને વધુ એક ફટકો: વર્ક પ...
Oct 14, 2026
અમદાવાદ ATCને મળ્યો 'Squawk 7500' હાઇજેક કોડ! એર ઇન્ડિયા ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ ATCને મળ્યો 'Squawk 7500' હાઇજેક...
Oct 14, 2026
અમીર દેશોના સૌથી ગરીબ 10% લોકો ભારતના 10% અમીરો કરતાં વધુ પૈસાદાર: વર્લ્ડ બૅન્કનો રિપોર્ટ
અમીર દેશોના સૌથી ગરીબ 10% લોકો ભારતના 10...
Oct 12, 2026
સોનાની ખાણ પર હવાઈ હુમલા, સુદાનમાં 72 શ્રમિકોના મોત
સોનાની ખાણ પર હવાઈ હુમલા, સુદાનમાં 72 શ્...
Oct 12, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026