મકરસંક્રાંતિ 2026: સૂર્યનું મકર રાશિમાં પરિવર્તન, જાણો પુણ્યકાળનું મુહૂર્ત અને તમારી રાશિ મુજબ શું દાન કરશો?
January 13, 2026
વર્ષ 2026ની શરૂઆતમાં જ આવતા પર્વ મકરસંક્રાંતિને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ આ દિવસનું વિશેષ મહત્વ છે. જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર, વર્ષ 2026માં સૂર્ય દેવ મકર રાશિમાં ક્યારે પ્રવેશ કરશે અને દાન-પુણ્યનું શું મહત્વ રહેશે તે અંગેની ખાસ વિગતો પર નજર કરીએ.
સંક્રાંતિનો સમય અને પંચાંગ
આ વર્ષે મકરસંક્રાંતિ એટલે કે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરી, 2026 ને બુધવારના રોજ થશે.
સમય: બપોરે 03:08 મિનિટે (IST)
તિથિ: પોષ વદ 11
નક્ષત્ર: અનુરાધા
ચંદ્ર રાશિ: વૃશ્ચિક
લગ્ન: વૃષભ
રાશિ મુજબ દાન: જાણો તમારે શું દાન કરવું જોઈએ?
મકરસંક્રાંતિના પવિત્ર દિવસે યથાશક્તિ દાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. રાશિ મુજબ નીચે મુજબની વસ્તુઓના દાનનું સૂચન કરવામાં આવ્યું છે.
જીવદયાનું મહત્વ
શાસ્ત્રોક્ત દાન ઉપરાંત પશુ-પંખીઓને ચણ નાખવું અને ગાયોને ઘાસચારો ખવડાવવો એ પણ આજના દિવસે અત્યંત ફળદાયી માનવામાં આવે છે. સૂર્ય ભગવાન જ્યારે ઉત્તર તરફ પ્રયાણ કરે છે ત્યારે તેમની તેજસ્વિતા વધે છે, જે માનવ જીવન અને ખેતી-વેપાર પર પણ સકારાત્મક અસર કરે છે.
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનું રાશિ પરિવર્તન 'સંક્રાંતિ' તરીકે ઓળખાય છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે તે ઉત્તર તરફ પ્રયાણ કરે છે, જેને આપણે 'ઉત્તરાયણ' કહીએ છીએ. સાયન પદ્ધતિ મુજબ સૂર્ય 22 ડિસેમ્બરની આસપાસ રાશિ પ્રવેશ કરે છે, જે ઋતુ ફેરફાર માટે મહત્વનો છે, જ્યારે નિરયન પદ્ધતિ મુજબ 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ ઉજવાય છે. આ દિવસે કરવામાં આવતી સૂર્ય પૂજા અને દાનનું અનેરું ફળ મળે છે.
Related Articles
મકરસંક્રાંતિ 2026: 23 વર્ષ બાદ સર્જાશે 'મહાસંયોગ', જાણો દાન માટેના શુભ મુહૂર્ત
મકરસંક્રાંતિ 2026: 23 વર્ષ બાદ સર્જાશે '...
Jan 07, 2026
મંગળના ગોચરથી નવા વર્ષની શરૂઆત થશે! 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
મંગળના ગોચરથી નવા વર્ષની શરૂઆત થશે! 3 રા...
Dec 31, 2025
2026માં શનિ નક્ષત્ર પરિવર્તન કરશે, 5 રાશિના જાતકો માટે ખુલશે સફળતાના દ્વાર
2026માં શનિ નક્ષત્ર પરિવર્તન કરશે, 5 રાશ...
Dec 29, 2025
નવા વર્ષે પાપી ગ્રહ રાહુ બદલશે ચાલ, આ રાશિના જાતકોની મુશ્કેલીઓ દૂર થશે!
નવા વર્ષે પાપી ગ્રહ રાહુ બદલશે ચાલ, આ રા...
Dec 27, 2025
બુધ દેવ બનાવશે માલામાલ! કુંભ સહિત 5 રાશિના જાતકો માટે ખુલશે કમાણીના નવા રસ્તા
બુધ દેવ બનાવશે માલામાલ! કુંભ સહિત 5 રાશિ...
Dec 22, 2025
નવા વર્ષે મહાલક્ષ્મી રાજયોગ બનતા આ રાશિના જાતકોના ભાગ્યમાં ઘણું બધું બદલાઈ જશે!
નવા વર્ષે મહાલક્ષ્મી રાજયોગ બનતા આ રાશિન...
Dec 20, 2025
Trending NEWS
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
12 January, 2026
12 January, 2026