મૌની અમાસે બનશે બુધાદિત્ય-શુક્રાદિત્ય યોગ, આ રાશિના જાતકોના ભાગ્યમાં અચ્છે દિન લાવશે

January 17, 2026

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જાન્યુઆરીનો મધ્ય ભાગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થવાનો છે. આવતીકાલે 18 જાન્યુઆરીના રોજ માઘ અમાસ છે અને આ દિવસે આકાશમાં ગ્રહોની એક દુર્લભ યુતિ સર્જાવા જઈ રહી છે. મકર રાશિમાં એકસાથે પાંચ ગ્રહોનું ગોચર થવાથી અનેક શુભ રાજયોગોનું નિર્માણ થશે.

મકર રાશિમાં આ સમયે બુધાદિત્ય યોગ, શુક્રાદિત્ય યોગ અને મંગળાદિત્ય યોગ જેવા શક્તિશાળી સંયોગો બની રહ્યા છે. ખાસ વાત એ છે કે મંગળ પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજમાન રહેશે. આ ગ્રહ સ્થિતિ રવિવારથી પાંચ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં પ્રગતિ અને સુખ-સમૃદ્ધિના દ્વાર ખોલશે.

આ 5 રાશિઓ પર થશે ગ્રહોની વિશેષ કૃપા

મેષ રાશિ : કરિયરના ક્ષેત્રમાં મોટી પ્રગતિના સંકેત છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને નવી તકો મળશે. કાર્યક્ષેત્રમાં સક્રિયતા વધશે અને પારિવારિક જીવનમાં મધુરતા આવશે.

વૃષભ રાશિ : શુક્રાદિત્ય યોગ તમારા માટે વરદાન સાબિત થશે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે. આર્થિક લાભની પ્રબળ શક્યતા છે અને સામાજિક માન-સન્માનમાં વધારો થશે.

કન્યા રાશિ : બુધાદિત્ય યોગ તમારી પ્રગતિના નવા માર્ગો ખોલશે. તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે. વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ અનુકૂળ છે અને આત્મવિશ્વાસમાં અદભૂત વધારો થશે.

તુલા રાશિ : માઘ અમાસ પછી તમારી સુખ-સુવિધાઓમાં વધારો થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનતા તમે નવું વાહન કે મકાન ખરીદવાનું મન બનાવી શકો છો. કાયદાકીય બાબતોમાં સફળતા મળશે.

મીન રાશિ : આ ગ્રહદશા તમારા માટે સૌભાગ્ય લઈને આવશે. પરિવાર કે આર્થિક બાબતોમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. અટકેલા કાર્યો પૂરા થશે અને પ્રવાસથી ધન લાભ થવાના યોગ છે.