બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે, ખેડૂતો-વેપારીઓને થશે ફાયદો

February 01, 2025

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાંકીય વર્ષ 2025 - 26નું બજેટ રજૂ કર્યું છે સામાન્ય લોકોથી લઈને કોર્પોરેટ જગત સુધી, દરેક વ્યક્તિ આ બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સરકાર મોંઘવારી અને કરવેરા મોરચે લોકોને ઘણી મોટી રાહતોની જાહેરાત કરી શકે છે. આ દરમિયાન નાણામંત્રીએ ખેડૂતો માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી. નાણામંત્રીએ પોતાના ભાષણમાં બિહારના ખેડૂતો માટે ખાસ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે.

કેન્દ્રીય બજેટ 2025: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ શનિવારે બજેટ રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન નાણામંત્રીએ ખેડૂતો માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી. નાણામંત્રીએ પોતાના ભાષણમાં બિહારના ખેડૂતો માટે ખાસ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે. જેનો ફાયદો નાના ખેડૂતો અને વેપારીઓને થશે.

નાણામંત્રીએ કહ્યું, અમારું ધ્યાન સ્વાસ્થ્ય અને રોજગાર પર છે. સરકાર સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કૃષિ યોજનાઓ પર કામ ચાલુ રહેશે. પીએમ મોદીના નેતૃત્વમાં અર્થવ્યવસ્થાને ગતિ આપવામાં આવી રહી છે. આ વિકસિત ભારતનું બજેટ છે. અમારો ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક મજબૂતી આપવાનો છે. અમારો ઉદ્દેશ્ય દેશનો વિકાસ વધારવાનો છે. ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે. ગ્રામીણ મહિલાઓ અને યુવાનોને વધારાની સહાય પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.