બંગાળમાં મમતા તો તમિલનાડુમાં સ્ટાલિન, બે મુખ્યમંત્રી ચૂંટણી હારી ગયા
May 05, 2026
પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક નવો ઇતિહાસ રચાયો છે. બંગાળના 'વાઘણ' ગણાતા મમતા બેનર્જીને તેમના જ સૌથી મજબૂત ગઢ ભવાનીપુરમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15,114 મતોના જંગી અંતરથી પરાજય આપીને આખા દેશને ચોંકાવી દીધો છે. 20 રાઉન્ડના અંતે મમતા બેનરજીને 58,349 તો શુભેન્દુ અધિકારીને 73,463 મત મળ્યા, વર્ષ 2021માં નંદીગ્રામ બેઠક પરથી પણ હરાવ્યા હતા.આ જીત માત્ર એક બેઠકની જીત નથી, પરંતુ બંગાળમાં છેલ્લા દોઢ દાયકાથી ચાલી રહેલા મમતા શાસનના અંતની સત્તાવાર જાહેરાત સમાન છે.
બીજી તરફ તમિલનાડુમાં તમિલનાડુમાં સુપર સ્ટાર વિજયના રાજકીય પક્ષ તમિલગા વેત્રિ કઝગમ(TVK)ની એન્ટ્રીએ દ્રવિડિયન રાજનીતિના સમીકરણો બદલી નાખ્યા છે, ત્યાં મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. બંગાળમાં કોંગ્રેસના કદાવર નેતા અધીર રંજન ચૌધરીની પણ હાર થઈ છે.
Related Articles
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપકે ભડક્યા, CMને અલ્ટીમેટમ
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટ...
Sep 27, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુવકને લાફો ઝીંકી દીધો
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા...
Sep 27, 2026
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્દે મમતાના આક્ષેપોનો આપ્યો જવાબ
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્...
Sep 27, 2026
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ ગોળીઓ વરસાવી બે લોકોને મોતને ઘાત ઉતાર્યા
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ...
Sep 27, 2026
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય કમિશનરો સહમત હતા : ચૂંટણી પંચ
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય ક...
Sep 27, 2026
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિ...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026