માંગરોળ રેપ કેસ: કોર્ટે આરોપી રામસજીવનના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, વોઇસ સ્પેક્ટોગ્રાફી કરાશે
October 12, 2024

માંગરોળ ચર્ચિત સામૂહિક દુષ્કર્મ કેસના ત્રણેય આરોપીઓનું ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે ફરાર ત્રીજા આરોપીને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સુરત લઇ જવાયો હતો અને પછી આજે કોર્ટ સામૂહિક દુષ્કર્મ કેસના ત્રીજા આરોપી રામસજીવન ઉર્ફે રાજુને સુરત ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે ટેલિફોનિક વાતચીત સહિતના પુરાવા માંગ્યા હતા. સરકારી વકીલે વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જોકે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે આરોપીઓના કેટલાક એફએસલના પુરાવા તથા ઓળખ પરેડ તેમજ વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી કરવાની છે. આ ઉપરાંત મેડિકલ પુરાવા અને મોટરસાઇકલ અંગે પૂછપરછ કરવાની છે. હાલમાં આરોપીઓ વિરૂદ્ધ કેટલાક પુરાવા મળ્યા છે. ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેમણે 20થી વધુ ગુના કર્યા છે. જે અંગે પણ તપાસ કરશે. આ સમગ્ર બાબતોને ધ્યાનમાં 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જોકે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Related Articles
વડવાળામાં સરપંચ પર જીવલેણ હુમલો, ફાયરિંગ કરી તો બંદૂક ઝૂંટવી આરોપીઓ ફરાર
વડવાળામાં સરપંચ પર જીવલેણ હુમલો, ફાયરિંગ...
Jul 13, 2025
પ્લેન ક્રેશ - 'ભૂલથી ફ્યુલ સ્વિચ ઓફ ન થઈ શકે, ટેક્નિકલ ખામી પણ હોઇ શકે'
પ્લેન ક્રેશ - 'ભૂલથી ફ્યુલ સ્વિચ ઓફ ન થઈ...
Jul 12, 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દોષિતો વિરુદ્ધ કડક પગલા લેવાશે, સી.આર. પાટીલ
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દોષિતો વિરુદ્ધ...
Jul 12, 2025
કચ્છ ઉત્તર ગુજરાતને જોડતો બનાસ નદી પરનો 60 વર્ષ જૂનો બ્રિજ પડું પડું, ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો
કચ્છ ઉત્તર ગુજરાતને જોડતો બનાસ નદી પરનો...
Jul 12, 2025
અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં થયેલા ખુલાસા
અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમા...
Jul 12, 2025
સુરતમાં ગાંજાના પૈસા બાબતે પ્રેમિકાની ગળેટૂંપો દઈ હત્યા કરનારો આરોપી 20 વર્ષે ઝડપાયો
સુરતમાં ગાંજાના પૈસા બાબતે પ્રેમિકાની ગળ...
Jul 11, 2025
Trending NEWS

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025
12 July, 2025
12 July, 2025