મણિપુરના રાજકારણમાં નવા જૂનીના એંધાણ, રાષ્ટ્રપતિ શાસન અંતની નજીક, NDAમાં દોડધામ શરૂ!
February 02, 2026
Manipur News: મણિપુરના 20થી વધુ ભાજપ ધારાસભ્યો પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ સાથેની બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હી પહોંચ્યા છે. પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ પણ તેમની સાથે છે. મણિપુર ભાજપના પ્રમુખ અધિકારીમાયુમ શારદા દેવીએ જણાવ્યું કે, 'તમામ રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. અમને આશા છે કે જનતાની સરકાર બનશે.'
પૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહે કહ્યું, 'એનડીએના સાથી પક્ષોના તમામ ધારાસભ્યોને બેઠકમાં આમંત્રણ આપવામાં આવી રહ્યું હોવાથી, મને સકારાત્મક પરિણામની આશા છે. અગાઉ, ભાજપના તમામ ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રપતિ શાસન 12મી ફેબ્રુઆરીએ સમાપ્ત થાય છે. અમને સકારાત્મક પરિણામની આશા છે.'
એન. બિરેનને પૂછવામાં આવ્યું કે જો તે સત્તામાં હોત તો પરિસ્થિતિ અલગ હોત, ત્યારે તેમણે કહ્યું, 'સરકાર એક ચાલુ પ્રક્રિયા છે. મેં મણિપુરમાં પરિસ્થિતિ બદલવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યાં. પહાડી અને ખીણ બંને વિસ્તારોમાં નોંધપાત્ર ફેરફારો થયા છે.' લામસંગ મતવિસ્તારના ધારાસભ્ય એસ. રાજન સિંહે કહ્યું, 'સરકાર રચવાની શક્યતા છે. જોકે, રાજ્યની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નેતાની પસંદગી કરવામાં આવશે. આ બેઠક સોમવારે સાંજે થવાની શક્યતા છે.'
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026