ક્રિકેટમાં ફરી મેચ ફિક્સિંગનો મામલો, ત્રણ ભારતીય સહિત 8 લોકો પર આરોપ, જાણો તેના નામ
September 20, 2023

ક્રિકેટમાં ફરી એકવાર મેચ ફિક્સિંગનો મામલો સામે આવ્યો છે. આ વખતે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ખુદ આ ભ્રષ્ટ ગતિવિધિઓનો ખુલાસો કર્યો. જેમાં ત્રણ ભારતીયો સહિત આઠ લોકોને આરોપી બનાવ્યા છે. જોકે, ICCએ 2021 UAE T10 લીગ દરમિયાન થયેલી ભ્રષ્ટ ગતિવિધિઓને લઈને તપાસ કરી. ત્યારબાદ ICCએ આ ગતિવિધિઓમાં સામેલ થવા માટે 8 ખેલાડીઓ, અધિકારીઓ અને કેટલાક ભારતીય ટીમ માલિકો પર અલગ અલગ આરોપ લગાવ્યા છે. બે ભારતીય સહ માલિક પરાગ સંઘવી અને કૃષ્ણ કુમાર છે. આ બંને ટીમ પુણે ડેવિલ્સના સહ માલિકી છે અને તે સીઝનમાં તેમના એક ખેલાડી બાંગ્લાદેશના પૂર્વ ટેસ્ટ બેટ્સમેન નાસિર હુસૈન પર પણ લીગમાં ભ્રષ્ટાચાર વિરોધ સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો છે. ભ્રષ્ટ ગતિવિધિઓમાં સામેલ થનારા ત્રીજા ભારતીય બેટ્સમેન કોચ છે, જેનું નામ સન્ની ઢિલ્લો છે. ICCએ કહ્યું કે, આરોપ 2021 આબુ ધાબી T10 ક્રિકેટ લીગ અને તે ટુર્નામેન્ટમાં મેચોને ભ્રષ્ટ કરવાના પ્રયાસ સંબંધિત છે. આ પ્રયાસોને વિક્ષેપિત કરાયા હતા. ICCએ આ ટૂર્નામેન્ટ માટે ECBએ DACO તરીકે નિયુક્ત કર્યા હતા અને આ પ્રકારે ECB તરફથી આ આરોપ કરાઈ રહ્યા છે. સંઘવી પર મેચના પરિણામો અને અન્ય પાસાઓ પર સટ્ટો લગાવવાની સાથે તપાસ એજન્સીની સાથે સહયોગ ન કરવાનો આરોપ લાગેલો છે. જ્યારે કૃષ્ણ કુમાર પર DACOથી વસ્તુઓ છુપાવવાનો આરોપ લાગ્યો છે. આ સિવાય કોચ ઢિલ્લોં પર મેચ ફિક્સ કરવાના પ્રયાસનો આરોપ છે. બાંગ્લાદેશ માટે 19 ટેસ્ટ અને 65 વનડે ઈન્ટરનેશનલ મેચ રમનારા નાસિર પર DACOને 750 ડોલરથી વધુની ગિફ્ટની માહિતીનો ખુલાસો ન કરવાનો આરોપ લાગ્યો છે. જે અન્ય લોકોને સસ્પેન્ડ કરાયા છે, તેમાં બેટ્સમેન કોચ અઝહર ઝૈદી, UAEના ઘરેલૂ ખેલાડી રિઝવાન જાવેદ અને સાલિયા સમન અને ટીમ મેનેજર શાદાબ અહમદ સામેલ છે. ત્રણેય ભારતીયો સહિત છ લોકોને અસ્થાઈ રીતે સસ્પેન્ડ કરી દેવાયા છે અને આ તમામ પાસે આરોપોનો જવાબ આપવા માટે મંગળવારથી 19 દિવસનો સમય હશે.
Related Articles
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ, ખેલાડીઓને દિલ્હી લઈ જવા વિશેષ ટ્રેનની કરી વ્યવસ્થા
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ...
May 09, 2025
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વરુણ ચક્રવર્તી સહિતના ક્રિકેટર્સે જુઓ શું કહ્યું
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વ...
May 07, 2025
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...' GT સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...'...
May 07, 2025
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી શકે છે BCCI, બુમરાહનું કપાશે પત્તું!
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી...
May 06, 2025
એશિયા કપમાં પાકિસ્તાન અંગે સુનીલ ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી, ભારત કરવાનું છે મેજબાની
એશિયા કપમાં પાકિસ્તાન અંગે સુનીલ ગાવસ્કર...
May 03, 2025
હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી પેટ કમિન્સ હતાશ, ટીમની ભૂલો ગણાવી
હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી...
May 03, 2025
Trending NEWS

અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ,...
07 May, 2025