Breaking News :
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી

મહેસાણાના પરિવારને અમેરિકામાં ઘૂસણખોરી ભારે પડી, કેલિફોર્નિયાના દરિયામાં ગુમ માહી પટેલનો મૃતદેહ મળ્યો

May 31, 2025

વિદેશ જવાની લ્હાયમાં ગુજરાતીઓ કોઈ પણ હદે જઈ શકે છે. ત્યારે મહેસાણાના પરિવારને અમેરિકામાં ઘૂસણખોરી ભારે પડી છે. બે અઠવાડિયા અગાઉ મહેસાણાના આનંદપુરા ગામના એક પરિવારને  મેક્સિકોથી અમેરિકા જવા માટે હોડીમાં સવાર થયા હતા. પરંતુ હોડી સેન ડિએગો કિનારે પલટી જતાં બે બાળકોના મૃત્યુ નીપજ્યા છે. જેમાંથી 10 વર્ષીય પુત્ર પ્રિન્સનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે 16 દિવસ બાદ 14 વર્ષીય માહી પટેલ (પુત્રી) નો મૃતદેહ કેલિફોર્નિયાના દરિયામાંથી મળી આવ્યો છે. જ્યારે તેના માતા-પિતા હજી પણ હોસ્પિટલમાં દાખલ છે. તેમાંથી એક હજી કોમામાં છે. મહેસાણા જિલ્લાના પટેલ પરિવારે ઘૂસણખોરોને ₹ 2.60 કરોડથી વધુ ચૂકવ્યા હતા.

ગત 21મેના રોજ ટોરે પાઇન્સ સ્ટેટ બીચ (સેન ડિએગોના) પરથી એક રાહદારીને માહીના અવશેષો મળ્યા હતા. ગુરુવારે કેલિફોર્નિયા સ્ટેટ પાર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ડીએનએ ટેસ્ટ દ્વારા તેની ઓળખની પુષ્ટિ થઈ હતી. સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીના ઓફિશયલ દસ્તાવેજો અનુસાર મૃતક 5મેના રોજ ડેલ માર બીચ પર પલટી ગયેલી પાંગા (નાની માછીમારી બોટ) માંના મુસાફરોમાંથી એક હતી. 21મેના રોજ એક રાહદારીને ટોરે પાઈન્સ સ્ટેટ બીચ પરથી માનવ અવશેષો મળ્યા અને તેણે સ્થાનિક એજન્સીનો સંપર્ક કર્યો હતો. જોકે મૃત્યુનું કારણ અને રીત અંગે વધુ તપાસ ચાલુ છે.