હવામાન વિભાગે ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદનું એલર્ટ આપ્યુ, પશ્ચિમ-મધ્યમાં 3 દિવસ હીટવેવની શક્યતા

June 09, 2025

હવામાન વિભાગે ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદનું એલર્ટ આપ્યુ છે. પૂર્વોત્તર ભારતમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં 11થી 14 જૂન સુધી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 09 થી 13 જૂન સુધી ભારે વરસાદ અને તોફાન રહેશે. ભયંકર વાવાઝોડુ ઉપડશે, આંધ્ર પ્રદેશ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગણા. તમિલનાડુ, પોંડેચેરી, લક્ષ્યદ્વીપ, કર્ણાટકમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે. કર્ણાટકમાં 12 જૂનથી 50-60 કિમીની પ્રતિ કલાકની સ્પીડથી તોફાન આવવાની શક્યતા છે,

ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્શિયસની વૃદ્ધિ થવાની શક્યતા છે. જો હીટવેવની વાત કરીએ તો પશ્ચ્મ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભયંકર ગરમી અને લૂ રહેશે. જમ્મુ-કાશ્મીરના લદ્દાખમાં 9-10 જૂનથી પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હીમાં હીટવેવની સ્થિતિ રહેશે લોકોએ ગરમીમાં શેકાવા તૈયાર રહેવુ પડશે.