નવરાત્રિમાં 12 વાગ્યા સુધી જ માઇકની પરવાનગી, પોલીસની ગાઈડલાઈનથી ગૃહમંત્રીની રાજકીય શેખીનું સૂરસૂરિયું!
October 02, 2024
સસ્તી પ્રસિદ્ધિ માટે ટેવાયેલાં ગુજરાતના ગૃહમંત્રીએ પાંચ વાગ્યા સુધી ગરબે ધૂમજો એવી શેખી હાંકી હતી. અમદાવાદ શહેર પોલીસે સત્તાવાર માર્ગદર્શિકા અને જાહેરનામું બહાર પાડ્યું છે તેમાં ગૃહમંત્રીની રાજકીય શેખીનું સૂરસૂરિયું થઈ ગયું છે તો આયોજકો અને પૈસા ખર્ચી ગરબે રમનારાં દ્વિધામાં પડ્યાં છે. અમદાવાદ શહેર પોલીસે જાહેર કરેલી માર્ગદર્શિકામાં ગરબામાં રાત્રે 12 વાગ્યા સુધી જ માઈક વગાડવાની મંજૂરી અપાઈ છે. અમદાવાદ શહેર અને જિલ્લાના 150 વ્યાવસાયિક આયોજનો અને અગણિત શેરી ગરબામાં રમનારાં માઈભક્તો ગરબે રમવા સજ્જ છે.
અમદાવાદ શહેરમાં વ્યાયવસાયિક ગરબાના આયોજનોની 80 અરજીઓ આવી છે. સાથે જ જે આયોજકો પાસ વેંચીને એન્ટ્રી આપે છે તેમણે પોલીસ કમિશનર કચેરીમાં જ મંજૂરી લેવાની રહેશે તેવી તાકીદ કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસે જાહેર કરેલી માર્ગદર્શિકામાં ગરબાના સ્થળે સુરક્ષા, સીસીટીવી અને અગ્નિશમન સહિતના આયોજનોની જવાબદારી આયોજકોની રહેશે તેમ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે.
નવરાત્રિ મહોત્સવમાં આયોજકો અને વ્યવસ્થાપકો માટે જાહેર કરાયેલી સૂચના મુજબ, તમામ આયોજકોએ ગરબીની સ્થાપના આયોજનો અડચણ કે અવરોધ ન થાય તે રીતે કરવા ઉપરાંત પાર્કિંગની વ્યવસ્થા કરવાની રહેશે. વ્યાવસાયિક આયોજનોમાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટોની સંખ્યા વઘુમાં વઘુ કરવાની રહેશે. દરેક દરવાજા ઉપર સિક્યોરિટીના માણસો રાખવા ઉપરાંત અલગથી ઈમરજન્સી ગેટની વ્યવસ્થા કરવા તાકીદ કરાઈ છે.
Related Articles
વડતાલમાં બની રહ્યું છે અક્ષરભુવન, મ્યુઝિયમમાં સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ નથી
વડતાલમાં બની રહ્યું છે અક્ષરભુવન, મ્યુઝિ...
મહાકાળી મંદિરમાં આભૂષણની ચોરીની ઘટના બાદ મંદિરનું કરાયું શુદ્ધિકરણ
મહાકાળી મંદિરમાં આભૂષણની ચોરીની ઘટના બાદ...
Nov 08, 2024
જૂની પેન્શન યોજના: જાહેરાતના બે મહિના બાદ આખરે સરકારે બહાર પાડ્યો ઠરાવ
જૂની પેન્શન યોજના: જાહેરાતના બે મહિના બા...
Nov 08, 2024
ગુજરાત કેડરના વર્ષ 2021-22ના 8 IPSની વિવિધ પદ પર નિમણૂક
ગુજરાત કેડરના વર્ષ 2021-22ના 8 IPSની વિવ...
Nov 08, 2024
ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી, જાણો ક્યારે પડશે હાડ થીજાવતી ઠંડી
ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી...
Nov 05, 2024
ગુજરાતમાં બૂટલેગરો બન્યા બેખૌફ: દારૂ ભરેલી ગાડી રોકવા જતાં PSIનું મોત, ટ્રેલરે મારી ટક્કર
ગુજરાતમાં બૂટલેગરો બન્યા બેખૌફ: દારૂ ભરે...
Nov 05, 2024
Trending NEWS
08 November, 2024
08 November, 2024
08 November, 2024
08 November, 2024
08 November, 2024
08 November, 2024
08 November, 2024
07 November, 2024
07 November, 2024
06 November, 2024
Nov 08, 2024