રાજ્યમાં પવનની તોફાની બેટિંગ:વરસાદી ઝાપટા વચ્ચે ભારે પવન ફુંકાતા અનેક મકાનોના પતરાં ઉડ્યા
May 30, 2023

અમદાવાદઃ હવામાન વિભાગની અગાઈને લઇ છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ બેટિંગ કરી રહ્યો છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાલનપુર અને નડિયાદ જિલ્લા સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પવનની તોફાની બેટિંગ સાથે વરસાદ શરૂ થયો છે. ભારે પવનને લઇને વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે. ભારે પવનને અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડી રહી છે. તો પાટણમાં તો ઘરના પતરાં અને બેસવા માટેની ખુરશી ઉછળતી જોવા મળી હતી.
રાજ્યની ફરતે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ રાજ્યને ધમરોળી રહ્યો છે. રવિવાર સાંજે ધમાકેદાર બેટિંગ કર્યા બાદ સોમવારે પણ કમોસમી વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. તો આજે વહેલી સવારથી પાટણ, પાલનપુર, મહેસાણા, નડિયાદ અને સુરેન્દ્રનગર સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો હતો. જ્યારે સવારના 10 વાગ્યા પછી ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. ગુજરાતમાં હજી પણ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
પાટણ જિલ્લમાં હવામાન વિભાગની અગાહીને પગલે મંગળવારે સવાર 10 વાગ્યાથી જોરદાર પવન ફૂંકાયો હતો. જેના કારણે અનેક મકાનોના પતરાં ઉડ્યા હતા અને ચાની કિટલી અને હોટેલની ખુરસીઓ ઉડી હતી. તો ધારપુર મેડિકલ કોલેજના સેડના પતરા ઉડતા ભયનો માહોલ છવાયો હતો. બીજી તરફ ભારે પવન સાથે વરસાદ ઝાપટા પડતા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, આ અણધારી આફતના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોચ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને ધ્રાંગધ્રા રણ વિસ્તારમાં પવનના સૂસવાટા વચ્ચે જોરદાર વાવાઝોડા સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. રણમાં મીઠું ખેંચવાની અંતિમ તબક્કાની સીઝનમાં જોરદાર વાવાઝોડાથી અગરિયા સમુદાય મુસીબતમાં મુકાયો છે. પાટડી અને ધ્રાંગધ્રા રણ વિસ્તારમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યા બાદ સૂસવાટા મારતા પવન સાથે જોરદાર વાવાઝોડું ત્રાટક્યું હતુ. જેમાં રણમાંથી મીઠું ખેંચવાની અંતિમ તબક્કાની સીઝનમાં અચાનક ત્રાટકેલા વાવાઝોડાથી રણમાં મીઠું પકવતા અગરિયાઓ દયનીય હાલતમાં મુકાયા હતા.
Related Articles
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમાં 21 લોકોના મોત
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમ...
May 08, 2025
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ, અંડરપાસ છલકાયા, વાહન વ્યવહાર ઠપ
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈ...
May 07, 2025
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ શરૂ, 7:30 થી 9:00 દરમિયાન બ્લેક આઉટ યોજાશે
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્...
May 07, 2025
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોના મોત, 38 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોન...
May 07, 2025
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ એરપોર્ટ 3 દિવસ બંધ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ...
May 07, 2025
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થ...
May 06, 2025
Trending NEWS

07 May, 2025