ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુ.કમિશ્નર દિલીપ રાણાને જાહેરમાં તતડાવ્યા
June 06, 2023

ગત રોજ વડોદરા શહેરમાં પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું જેમાં રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજને નુકશાન પહોંચ્યું હતું. અટલ બ્રિજનો સેફ્ટી વોલ જાણે પોતે જ અનસેફ હોય તેમ ધરાશાઈ થઈને રસ્તા પર પથરાઈ ગઈ હતી.આ વોલની કામગીરી એ હદે નબળી હતી કે ટીમે વોલના બાંધકામમાં વપરાયેલા બ્લોકની ચકાસણી કરતા તેમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાનું ફલિત થયું હતું.
અહેવાલ પ્રસારિત કરાતાની સાથે જ પોતાને જવાબદાર કહેડાવતા બે જવાબદાર અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કોન્ટ્રાકટરને બચાવવા ભારે ધમપછાડા કર્યા હતા. ખુદ મ્યુનિ કમિશ્નર દિલીપ રાણાએ બ્રિજ નીચે સેફ્ટી વોલ નહિ બલ્કે સ્વચ્છતા વોલ હોવાનું બેજવાબદારી ભર્યુ નિવેદન આપી રણજીત બિલ્ડકોમ ના કોન્ટ્રાકટરનો લુલો બચાવ કર્યો હતો.
પાલિકાના મ્યુનિ કમિશ્નર દિલીપ રાણાના બેજવાબદારી ભર્યા નિવેદનની ચર્ચા સમગ્ર શહેરમાં ચાલી હતી. દરમિયાન આજે મળેલી સંકલનની બેઠકમાં પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલે દિલીપ રાણાનો ઉધડો લીધો હતો.
ધારાસભ્ય યોગેશ પટેલે શહેરના તમામ ધારાસભ્યો તેમજ જવાબદાર અધિકારીઓની હાજરીમાં જ મ્યુ કમિશ્નર દિલીપ રાણાને કોન્ટ્રાકટરને છાવરવા બદલ ખખડાવ્યા હતા. યોગેશ પટેલનો આક્રમક મિજાજ જોઈ ત્યાં હાજર તમામ લોકો એક ક્ષણે સ્તબ્ધ થઈ ગયા હતા.
હાલ ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યનો સૌથી લાંબો અટલ બ્રિજ શરૂઆતથી જ વિવાદમાં છે. થોડા થોડા દિવસે સમાચારની ચર્ચામાં રેહતા આ બ્રિજના નિર્માણ કાર્ય સામે સવાલો ઉઠી રહ્યા છે. ગત રોજ સામાન્ય વરસાદમાં જ બ્રિજને મોટું નુકસાન પહોંચ્યું છે તેવામાં સ્થળ મુલાકાતે ગયેલા કમિશ્નરે કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવાને બદલે તેનો બચાવ કર્યો હતો તે ગંભીર બાબત છે. આજે જો બ્રિજની આ દુર્દશા થતી હોય તો આગામી સમયમાં આ બ્રિજે હજી ચોમાસુ જોવાનું છે.
આપટાંમાં બ્રિજની સ્ટેફી વોલ તૂટી જતી હોય તો ચોમાસામાં શું સ્થિતિ થશે તેનો અંદાજો લગાવી શકાય છે. હજી પણ સમય છે. પાલિકા એ તાત્કાલિક ધોરણે રણજીત બિલ્ડકોમ કંપનીના તમામ બીલ તેમજ પેમેન્ટ અટકાવી ડિપોઝિટ સ્થગિત કરી દેવી જોઈએ. રાજ્યના તમામ બ્રિજોને લઇ રાજ્ય સરકાર ચિંતિત છે તેવામાં વડોદરા શહેરના આ અટલ બ્રિજના કટકિબાજ કોન્ટ્રાકટર સામે કડક પગલાં ભરવા ધારાસભ્ય યોગેશ પટેલે ઉગ્ર રજૂઆત કરી છે.
Related Articles
સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળી ધજા ડેમ ઓવરફ્લો, 10થી વધુ ગામને એલર્ટ કરાયા
સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળી ધજા ડેમ ઓવરફ્...
Sep 20, 2023
મોરબીથી કડી જતા દરબાર પરિવારની કારને ટ્રકે કચડી, ચારનાં ઘટનાસ્થળે જ મોત
મોરબીથી કડી જતા દરબાર પરિવારની કારને ટ્ર...
Sep 20, 2023
સાૈરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ : વિસાવદરમાં 12, મેંદરડા અને રાધનપુરમાં 7.7 ઈંચ વરસાદ
સાૈરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસા...
Sep 19, 2023
ગુજરાતમાં ડેમમાંથી પાણી છોડાતાં પાંચ જિલ્લામાં 1.70 લાખ લોકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ડેમમાંથી પાણી છોડાતાં પાંચ જિલ...
Sep 19, 2023
ભરૂચના અંકલેશ્વરના દીવા ગામે વૃદ્ધનું રેસ્ક્યુ, પુરના કારણે વૃક્ષ પર રાત વિતાવી
ભરૂચના અંકલેશ્વરના દીવા ગામે વૃદ્ધનું રે...
Sep 19, 2023
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આફત વચ્ચે 2.7ની તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્રબિંદુ ઉકાઈથી 51 કિ.મી દૂર
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આફત વચ્ચે 2.7ની...
Sep 19, 2023
Trending NEWS

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023