ચંદીગઢ યુનિવર્સિટી બાદ હવે IIT બોમ્બે હૉસ્ટેલમાં MMS કાંડ

September 20, 2022

નવી મુંબઇ- ચંદીગઢ યુનિવર્સિટીમાં અશ્લીલ વીડિયો બનાવવાનો મામલો હજુ ઉકેલાયો પણ નથી ત્યારે મુંબઈની પ્રતિષ્ઠિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (આઈઆઈટી બોમ્બે)માં આવી જ એક ઘટનાએ હલચલ મચાવી દીધી છે. અહીં એક કેન્ટીન કર્મચારી પર હોસ્ટેલના વિદ્યાર્થીનીએ વોશરૂમની બારીમાંથી વાંધાજનક વીડિયો બનાવવાનો આરોપ લગાવ્યો છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટનાથી ડરેલી વિદ્યાર્થીનીએ હોસ્ટેલ સત્તાવાળાઓને જાણ કરી હતી જે પછી રવિવારે IIT બોમ્બેની વિદ્યાર્થીનીએ પવઇ પોલીસને ફરિયાદ કરી કે, હોસ્ટેલ 10 (H10)ના વોશરૂમમાં નહાતી વખતે એક 22 વર્ષના કેન્ટીન કર્મચારીએ પાઈપ પર ચડીને વોશરુમમાં પહોંચ્યો અને ત્યાં નહાતી છોકરીનો વીડિયો મોબાઈલથી શૂટ કરવા લાગ્યો હતો. આ ઘટનાને લઇને પોલીસે કેસ નોંધીને આરોપી કર્મચારીની ધરપકડ કરી છે.

 

પોલીસે કહ્યું કે, તેઓ વિદ્યાર્થીનીઓના આરોપોની તપાસ કરી રહ્યા છે કે આરોપીઓએ તેમનો વીડિયો બનાવ્યો હતો.
રવિવારે કેન્ટીન બંધ હતી, પરંતુ તે દરમિયાન કામદારો હોસ્ટેલના પરિસરમાં હતા. આરોપી કેન્ટીન કર્મચારીને બારીની જાળીમાંથી વોશરૂમમાં ડોકિયું કરતા જોયા બાદ એક વિદ્યાર્થીનીએ અવાજ કર્યો.  IIT બોમ્બેના પ્રવક્તાએ જણાવ્યું કે, કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. પ્રવક્તાએ કહ્યું કે સંસ્થાને જાણ નથી કે આરોપી પાસેથી જપ્ત કરાયેલા ફોનમાં કોઈ ફૂટેજ છે.