ગુજરાતમાં મોદી-શાહ આવે છે:ગૃહમંત્રી બે દિવસમાં 13 કાર્યક્રમોમાં હાજરી આપશે

September 25, 2022

કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વિધાનસભા ચૂંટણી આડે હવે બે મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે, ત્યારે ગૃહમંત્રી અને વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતો વધી રહી છે. માત્ર એટલું જ નહીં, અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતમાં 13 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં 26મીએ કુલ 6 જેટલા જ્યારે 27મીએ 7 કાર્યક્રમો છે. ત્યાર બાદ PM મોદી 29 અને 30મીએ ગુજરાતના પ્રવાસે આવશે અને 7 જેટલા કાર્યક્રમોમાં સામેલ થશે.