મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજનાની 2200થી વધુ લાભાર્થી સરકારી કર્મચારી નીકળી, મંત્રીએ ફોડ પાડ્યો

May 31, 2025

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અદિતિ તટકરેએ લાડલી બહેન યોજનાને લઈને મોટો ફોડ પાડ્યો છે. તેમણે જણાવ્યું કે, તપાસ દરમિયાન મુખ્યમંત્રી લાડલી બહેન યોજના (Ladki Bahin Yojana)ના 2200થી વધુ લાભાર્થીઓ સરકારી કર્મચારી હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિએ શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, લાભાર્થીઓની ચકાસણી એક નિયમિત પ્રક્રિયા હશે. આ સાથે જ મંત્રી અદિતિએ કહ્યું કે, 'લગભગ 2 લાખ અરજીઓની તપાસ કર્યા બાદ 2,289 સરકારી કર્મચારીઓ મુખ્યમંત્રી લાડલી બહેન યોજનાના લાભાર્થી હોવાનું જાણવા મળ્યું. આ માહિતી સામે આવ્યા બાદ આવા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં નથી આવી રહ્યો.  અદિતિ તટકરેએ કહ્યું કે, સરકાર એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે, લાડલી બહેન યોજનાનો લાભ માત્ર લાયક લાભાર્થીઓને જ મળે અને તેના માટે અરજીઓની ચકાસણી ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે નવેમ્બર 2024માં યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યની મહાયુતિ સરકારે ગl વર્ષે ઓગસ્ટમાં મુખ્યમંત્રી 'માઝી લાડલી બહેન યોજના' શરૂ કરી હતી. આ યોજના હેઠળ 21 થી 65 વર્ષની વય જૂથની પાત્ર મહિલાઓને માસિક 1,500 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જોકે, સરકારી કર્મચારી આ યોજનાને પાત્ર નથી. મહાયુતિ નેતાઓએ વિધાનસા ચૂંટણીમાં સત્તારુઢ ગઠબંધનની શાનદાર સફળતાનો શ્રેય લાડલી બહેન યોજનાને આપ્યો છે, પરંતુ એ પણ સ્વીકાર કર્યો કે, તેણે રાજ્યના ખજાના પર ભારે દબાણ નાખ્યું છે.