ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગની મોટી કાર્યવાહી, વડોદરા, અમદાવાદ, સુરત સહિત 40થી વધુ ઠેકાણે દરોડા
November 29, 2023

સુરત : ગુજરાતમાં ફરીવાર ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, સુરત, સેલવાસ અને મુંબઈમાં આ દરોડાની કાર્યવાહી કરાઈ હતી. આશરે 40થી પણ વધુ જગ્યાએ ઈન્કમટેક્સ વિભાગે દરોડાની કાર્યવાહી કરી હતી. આ દરોડા વડોદરાના આર.આર. કાબેલ ગ્રૂપ પર પડાયા હોવાની માહિતી મળી રહી છે. ગ્રૂપના ચેરમેન રમેશ કાબરા સહિત તમામ ડિરેક્ટર્સ અને ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં ઇન્કમટેક્સની તપાસ ચાલી રહી છે. આ સિવાય કેબલ અને વાયરના બિઝનેસ સાથે સંકળાયેલ મોટા ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. સુત્રોએ આપેલી માહિતી અનુસાર મોટાપાયે બેનામી વ્યવહારો મળવાની સંભાવના છે.
વડોદરાના વાઘોડિયા અને સેલવાસ સ્થિત પ્રોડક્શન યુનિટ ધરાવતી આર.આર. કેબલ કંપનીના સંચાલકોના નિવાસસ્થાન તેમજ કંપનીની મુંબઈ સ્થિત હેડ ઓફિસ, વડોદરા એલેમ્બિક કેમ્પસમાં આવેલી ઓફિસ સહિત વિવિધ બ્રાન્ચઓફિસ મળી 35 થી વધુ સ્થળો પર દેશ વ્યાપી આવકવેરાના સામૂહિક દરોડા આજે વહેલી સવારથી પાડવામાં આવ્યા છે.
વડોદરાની ઇલેક્ટ્રોનિક અને કેબલ વ્યવસાયમાં નામાંકિત આર આર કેબલ ના સંચાલકો ત્રિભોવનદાસ કાબરા અને મહેશ કાબરા પરિવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ વર્ષોથી સંકળાયેલા છે તેઓના અલકાપુરી સ્થિત નિવાસસ્થાન તેમજ વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે આવેલી ફેક્ટરી ઉપરાંત સેલવાસ ખાતે આવેલી ફેક્ટરી મુંબઈ સ્થિત હેડ ઓફિસ વડોદરા એલેમ્બિક કેમ્પસ ગોરવા ખાતે આવેલી બ્રાન્ચ ઓફિસ તેમ જ અમદાવાદ, સુરત સહિત દેશમાં વિવિધ શહેરોમાં આવેલી બ્રાન્ચ ઓફિસો ખાતે આવકવેરા વિભાગ કામગીરીની હાથ ધરાઈ હતી. આવકવેરા વિભાગના દેશવ્યાપી દરોડામાં આવકવેરાના અધિકારીઓની ટીમોએ કેબલના વ્યવસાયમાં થતી ગેરરીતિઓ ની તપાસ કરી રહ્યા છે સાથે સાથે ખરીદ વેચાણના જરૂરી દસ્તાવેજો કોમ્પ્યુટરમાં રાખેલા હિસાબો વિગેરેની માહિતી મેળવી રહ્યા છે એટલું જ નહીં આ દેશ વ્યાપી દરોડામાં આર. આર. કેબલ કંપનીના સંચાલકોને ત્યાંથી કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ મળે તેવી શક્યતાઓ રહેલી છે.
અગાઉ શહેરના જાણીતા બિલ્ડરો પર ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી હતી. આ પહેલા સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ મોટા ગ્રુપ પર કાર્યવાહી હાથ ધરાઈ હતી. અમદાવાદ શહેરના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર થોડા દિવસ પહેલા ઈન્કમટેક્સ વિભાગે દરોડા પડ્યા હતા. આ સિવાય તેની સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં સ્વાતિના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહેશ કેમિકલ ગ્રુપના અલગ-અલગ સ્થળોએ ઈન્કમટેક્સ વિભાગે તપાસ કરી હતી.
Related Articles
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમાં 21 લોકોના મોત
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમ...
May 08, 2025
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ, અંડરપાસ છલકાયા, વાહન વ્યવહાર ઠપ
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈ...
May 07, 2025
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ શરૂ, 7:30 થી 9:00 દરમિયાન બ્લેક આઉટ યોજાશે
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્...
May 07, 2025
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોના મોત, 38 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોન...
May 07, 2025
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ એરપોર્ટ 3 દિવસ બંધ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ...
May 07, 2025
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થ...
May 06, 2025
Trending NEWS

07 May, 2025