નડાલ ફ્રેન્ચ ઓપનમાં નહીં રમે:2005માં ડેબ્યૂ કર્યા બાદ પ્રથમ વખત ભાગ નહીં લે

May 19, 2023

સ્ટાર ટેનિસ ખેલાડી રાફેલ નડાલ ઈજાના કારણે ફ્રેન્ચ ઓપન 2023માં નહીં રમે. સૌથી વધુ 14 વખત ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીતનાર નડાલ 2005માં ડેબ્યૂ કર્યા બાદ પ્રથમ વખત આ ટુર્નામેન્ટનો ભાગ નહીં બને.

ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન નડાલે ગુરુવારે જાહેરાત કરી હતી કે તે હિપની ઈજાને કારણે ફ્રેન્ચ ઓપનમાંથી ખસી રહ્યો છે. તે અપેક્ષા રાખે છે કે 2024 તેની કારકિર્દીનું છેલ્લું વર્ષ હશે. ફ્રેન્ચ ઓપન પેરિસમાં 28 મેથી 11 જૂન સુધી શરૂ થશે.