પૂર્વોત્તર રાજ્યોમાં કુદરતનો કહેર, સિક્કિમમાં 3 જવાન મોત

June 03, 2025

દેશના પૂર્વોત્તર રાજ્યોમાં કુદરતનો કહેર વર્તાઇ રહ્યો છે. સોમવારે આવેલા ભારે વરસાદના કારણે સિક્કિમમાં સેનનાા 3 જવાન શહીદ થયા છે. મોતનો આંકડો સતત વધી રહ્યો છે. આ રાજ્યમાં બચાવ કાર્ય માટે સેના મેદાનમાં ઉતરી છે. સિક્કિમમાં એક હજારથી વધુ પર્યટકો ફસાયા છે. પર્યટકોને હેમખેમ બહાર લાવવા માટે સેના પુરતા પ્રયાસ કરી રહી છે. સતત વરસાદ અને ભૂસ્ખલનના કારણે સેનાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સેનાને બચાવ કાર્યને લઇને બારે મુશ્કેલી પડી રહી છે.

સોમવારે સિક્કિમમાં આવેલા આફતના વરસાદે ભારે તબાહી સર્જી દીધી છે. સમગ્ર રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં મુશ્કેલી દેખાઇ રહી છે. એક સેન્ય શીબીરમાં ભૂસ્ખલનને કારણે 3 સૈન્યકર્મીઓના નિધન થાય છે અને 6 જવાન ગુમ થયા છે. મંગળ જિલ્લામાં લાચેમ ગામની પાસે ભારે વરસાદના કારણે રવિવારે સાંજે ભૂસ્ખલન થયુ હતુ. આ ઘટનામાં 3 જવાન શહીદ થયા છે. 4 સેનાના જવાનોનો બચાવ થયો છે. તેમની સારવાર ચાલી રહી છે.

આસામ અને મિઝોરમમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયુ છે. આસામમાં સોમવારે કેટલાયે શહેરોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો રસ્તાઓ પર પાણી ફર્યા વળ્યા હતા જનજીવન ખોરંભે ચડ્યુ છે. આસામમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થઇ ચુક્યા છે. આ જ પરિસ્થિતિ મિઝોરમમાં પણ છે. વરસાદ અને ભુસ્ખલનના કારણે શાળા કોલેજ બંધ કરી દેવી પડી છે. જ્યાં જુઓ ત્યાં કુદરતનો કોપ દેખાઇ રહ્યો છે. કુદરત સામે માનવી સાવ લાચાર અને વામણો દેખાઇ રહ્યો છે.