દેવભૂમિમાં કુદરતનું તાંડવ: વાદળ ફાટતાં 10ના મોત, અનેક ગુમ; અનેક પર્યટન સ્થળો જળમગ્ન
September 16, 2025
દેહરાદૂન અને તેની આસપાસના વિસ્તારોમાં ગઈકાલથી થઈ રહેલા મૂશળધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ કુદરતી આફતમાં દસ લોકોના મોત થયા છે. જ્યારે આઠ ગુમ છે. સહસ્ત્રધારા નજીક પૂરના કારણે ભારે નુકસાન થયું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારો અને પૂરપીડિતોને સંભવિત તમામ મદદ કરવા આશ્વાસન આપ્યું છે. માલદેવતા ક્ષેત્રમાં નદીમાં પૂર આવતાં રસ્તાઓ, પુલ જળમગ્ન બન્યા છે. રિસ્પના અને બિંદાલ નદીનું જળસ્તર વધતાં નીચાણવાળા વિસ્તારો ડૂબ્યા છે. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક દુકાનો અને હોટલ પાણીમાં વહી ગઈ છે.
દેહરાદૂન-પાંવટા નેશનલ હાઈવે પર પ્રેમનગર નંદા પોલીસ સ્ટેશન નજીક બ્રિજ પાણીમાં તણાઈ જતાં પરિવહન સેવા ખોરવાઈ છે. મસૂરી-દહેરાદૂન રસ્તામાં અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટના બની છે. આસન નદીમાં ટ્રેક્ટર ટ્રોલી વહી જતાં 13 લોકો ગુમ થયા હતાં. જેમાં પાંચના મૃતદેહ મળી આવ્યા છે. અન્યની શોધ ચાલુ છે. અન્ય એક સ્થળેથી પૂરના કારણે 10ના મોત થયા હતા. જ્યારે આઠ લોકો તણાઈ ગયા છે. કાલસી ચકરાતા મોટર માર્ગ પર જજ રેટ પહાડ પર ભૂસ્ખલન થતાં સ્કૂટી સવાર યુવકનું મોત નીપજ્યું હતું. મસૂરીના ઝડીપાનીથી રાજપુર જતાં પગદંડી નજીક પણ ભૂસ્ખલન થતાં બે લોકો કાટમાળ નીચે દબાયા હતા. જેમાં એકનું મોત થયુ હતું. ઠેરઠેર કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.
Related Articles
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત...
Jul 06, 2026
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદન...
Jul 06, 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પ...
Jul 06, 2026
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભાર...
Jul 06, 2026
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડ...
Jul 06, 2026
બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર, ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર, ગુજરાત...
Jul 06, 2026
Trending NEWS
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
04 July, 2026
04 July, 2026
03 July, 2026
03 July, 2026