Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ

April 02, 2026

નવસારી  : નવસારી જિલ્લામાં આજે (બીજી એપ્રિલ) વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વાંસદા તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં સવારે 5:27 કલાકે ધરા ધ્રૂજતા લોકો નિદ્રામાંથી જાગી ગયા હતા અને ગભરાટના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. સીસ્મોલોજી સેન્ટરના જણાવ્યાનુસાર, રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 3.4 નોંધાઈ છે.

ભૂકંપના આ આંચકાની સૌથી વધુ અસર વાંસદાના જૂજ ડેમ નજીકના ગામોમાં જોવા મળી હતી. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યાનુસાર, ડેમના કારણે આ પંથકમાં અવારનવાર ભૂસ્તરીય હલચલનો અનુભવ થાય છે. આ પૂર્વે પણ અનેકવાર આ વિસ્તારમાં હળવા આંચકાઓ નોંધાઈ ચૂક્યા છે, જેને લઈને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ગુજરાતની સરહદે આવેલા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રમાં થયેલી આ હલચલની સીધી અસર સરહદી એવા વાંસદા તાલુકાના ગામડાઓમાં જોવા મળી હતી. વહેલી સવારે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા ત્યારે અચાનક આવેલા આંચકાથી અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. કોઈ મોટા માલ-મિલકતના નુકસાનના અહેવાલ પણ પ્રાપ્ત થયા નથી.