NCP નેતા છગન ભુજબળને રાજભવનમાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પદના શપથ લીધા

May 20, 2025

નેશનલ કોંગ્રેસ પાર્ટીના નેતા છગન ભુજબળને રાજભવનમાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પદના શપથ લીધા. આ દરમિયાન મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડે. સીએમ એકનાથ શિંગે તથા અજીત પવાર હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની સરકાર આજે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરી રહી છે. મહારાષ્ટ્રના રાજકારણમાં અન્ય પછાત વર્ગો (OBC)ના સૌથી મોટા ચહેરાઓમાંના એક ગણાતા છગન ભુજબળ ફરી એકવાર મંત્રી બન્યા છે.

શપથ પહેલા છગન ભુજબળએ પોતે મંત્રીમંડળમાં સમાવેશ થયા હોવાની પુષ્ટિ કરતા કહ્યું કે મને આ બાબતમાં જાણકારી આપવામાં આવી છે. જેમ કહેવાય છેને અંત સારુ તો બધુ સારુ. મે ગૃહમંત્રાલયથી લઇને દરેક જવાબદારીઓ સંભાળી છે. મને જે પણ જવાબદારી આપવામાં આવશે તે યોગ્ય રહેશે. આ સીએમનો વિશેષાધિકાર છે.

મહારાષ્ટ્ર સરકારમાં છગન ભુજબળે મંત્રી તરીકે શપથ લીધા તે અંગે ડીસીએમ એકનાથ શિંદેએ કહ્યું છગન ભુજબળ પહેલા પણ મંત્રી રહી ચૂક્યા છે અને ઘણા વિભાગોનું નેતૃત્વ કરી ચૂક્યા છે. તેઓ એક અનુભવી નેતા છે, હું તેમને અભિનંદન આપું છું અને રાજ્ય સરકારને તેમના અનુભવથી ઘણો ફાયદો થશે."