વડાપ્રધાન મોદીના માતાને અપશબ્દો કહેવા બદલ 4 સપ્ટેમ્બરે NDAનું બિહાર બંધનું એલાન
September 02, 2025
PM નરેન્દ્ર મોદીના માતા વિરુદ્ધ ગતમહિને વિપક્ષની રેલીમાં કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી બદલ એનડીએ દ્વારા ચાર સપ્ટેમ્બરે બિહાર બંધનું એલાન કરવામાં આવ્યું છે. ચાર સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી બિહાર બંધ રાખવાની જાહેરાત કરી છે.
એનડીએ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદન વિરુદ્ધ પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. NDAએ આ મામલે વડાપ્રધાન મોદીએ આજે મંગળવારે બિહાર રાજ્ય જીવિકા નીધિ સાખ સહકારી સંઘ લિમિટેડનું વર્ચ્યુઅલી ઉદ્ધાટન કરતાં સ્વર્ગવાસી માતા વિરુદ્ધ અપશબ્દો બોલવા બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું.
ગત મહિને વિપક્ષના ગઠબંધન આરજેડી-કોંગ્રેસની રેલીમાં વડાપ્રધાન મોદીના માતા વિરુદ્ધ અપશબ્દો બોલવા પર આજે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, બિહારમાં આરજેડી-કોંગ્રેસ મંચ પરથી મારા માતા વિરુદ્ધ જે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરાયો છે. તે માત્ર મારી માતા માટે જ નહીં, પણ ભારતની તમામ માતા અને બહેનો માટે અપમાનજનક છે. હું જાણુ છું કે, આ સાંભળ્યા બાદ તમે સૌ દુઃખી થયા છો. હું માફ કરી દઈશ પણ આ ભારતની ધરતી માફ નહીં કરે.
બિહારમાં વીડિયો કોન્ફરન્સ મારફત 20 લાખ મહિલાઓને સંબોધતાં પીએમ મોદીએ કહ્યું કે, મારા સ્વર્ગવાસી માતા હીરાબહેન મોદીએ મને અને મારા ભાઈ-બહેનોને ગરીબીમાંથી બહાર લાવવા અથાગ મહેનત કરી. તેઓ બીમારીમાં પણ કામ કરતાં રહ્યા. તેઓ અમારા માટે કપડાં ખરીદવા પાઈ પાઈ જોડતા હતા.
આપણા દેશની કરોડો માતાઓ પોતાના બાળકો માટે આ મહેનત કરે છે. તે દેવી-દેવતાનું સ્વરૂપ છે. જ્યારે વિપક્ષના ગઠબંધન RJD-કોંગ્રેસના મોટા નેતાઓ માતાને ગાળો આપે છે. મારા સ્વર્ગવાસી માતાને ગાળો આપી. આ માનસિકતા મહિલાઓનું શોષણ અને અત્યાચાર દર્શાવે છે. આ મહિલા વિરોધી માનસિકતાને સત્તા મળી તો માતા, બહેનોને તકલીફ વેઠવી પડશે. મોદી તો માફ કરી દેશે પણ ભારતની ધરતી એ માતાનું અપમાન ક્યારેય સાંખી લેશે નહીં. RJD અને કોંગ્રેસે છઠી મૈયા પાસે માફી માંગવી જોઈએ.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026