Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

નીરજ ચોપરાની વધુ એક સિદ્ધિ, ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઈક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો

June 25, 2025

ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ગોલ્ડન સ્પાઇક મીટ 2025નો ખિતાબ જીત્યો છે. યુરોપિયન દેશ ચેક રિપબ્લિકમાં આયોજિત ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇકમાં ગોલ્ડ મેડલ જીતીને નીરજ ચોપરાએ વધુ એક આંતરરાષ્ટ્રીય ભાલા ફેંક સ્પર્ધામાં દેશનું નામ રોશન કર્યું છે. નીરજે ત્રીજા રાઉન્ડમાં 85.29 મીટર દૂર ભાલો ફેંક્યો હતો, જેને કોઈ અન્ય ખેલાડી પાર કરી શક્યો ન હતો.  પેરિસ ડાયમંડ લીગ જીત્યાના માત્ર ચાર દિવસ પછી, નીરજે 24 જૂને યોજાયેલી આ સ્પર્ધામાં 85.29 મીટર દૂર ભાલો ફેંકીને એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો. આ સ્પર્ધા વર્લ્ડ એથ્લેટિક્સ સબકોન્ટિનેન્ટલ ટૂરની ગોલ્ડ લેવલ ટુર્નામેન્ટ હતી, જેમાં 9 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ખાસ વાત તો એ છે કે નીરજે પહેલીવાર આ સ્પર્ધામાં ભાગ લીધો અને સીધો ખિતાબ જીત્યો. જોકે નીરજના કોચ ઝેલેન્સ્કીએ આ ટાઈટલ 9 વખત જીત્યું છે.27 વર્ષીય નીરજ ચોપરાની આ સિઝનની ત્રીજી જીત હતી. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજે સ્પર્ધાની શરૂઆત ફાઉલ થ્રોથી કરી હતી. ત્યારબાદ તેણે 83.45 મીટરનો એક થ્રો કર્યો અને પછી ત્રીજા પ્રયાસમાં 85.29 મીટરનો થ્રો કર્યો, જેનાથી તેને લીડ મળી. તેના ચોથા, પાંચમા અને છઠ્ઠા પ્રયાસમાં અનુક્રમે 82.17 મીટર, 81.01 મીટર અને એક ફાઉલ હતો. આ ટુર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકાના ડવ સ્મિતે બીજા રાઉન્ડમાં 84.12 મીટરનો થ્રો કર્યો હતો, જે છ રાઉન્ડમાં તેનું બેસ્ટ પરફોર્મન્સ હતું. તે બીજા સ્થાને રહ્યો. બીજી તરફ, ગ્રેનાડાના પીટર એન્ડરસને તેના પહેલા પ્રયાસમાં 83.63 મીટરનો થ્રો કર્યો હતો અને આ છ રાઉન્ડમાં તેનું બેસ્ટ પરફોર્મન્સ હતું. તે ત્રીજા સ્થાને રહ્યો.