નેતાજીના ડ્રાઈવરને ગિફ્ટમાં મળી રૂ.150 કરોડની જમીન! સરકાર ચોંકી, તપાસ શરૂ
June 27, 2025
સંભાજીનગર- મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે શિવસેના સાંસદના ડ્રાઇવરને 150 કરોડ રૂપિયાની જમીન ભેટમાં આપવાના મામલે વિવાદ ઉભો થયો છે. હૈદરાબાદના દીવાન રહી ચૂકેલા પ્રખ્યાત સાલાર જંગના પરિવાર દ્વારા આ જમીન ગિફ્ટ કરવામાં આવી છે.
છત્રપતિ સંભાજીનગરના સાંસદ સંદીપનરાવ ભૂમરેના ડ્રાઇવર જાવેદ રસૂલ શેખને ભેટમાં આપવામાં આવેલી જમીનની કિંમત લગભગ 150 કરોડ રૂપિયા છે. એક સામાન્ય ડ્રાઇવરને 1.5 અબજ રૂપિયાની ભેટ આપવામાં આવતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ડ્રાઈવર જાવેદ રસૂલ શેખ છેલ્લા 13 વર્ષથી શિવસેના સાંસદ સંદીપનરાવ ભૂમરે અને ધારાસભ્યના પુત્ર વિલાસ ભૂમરેની કાર ચલાવી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે હૈદરાબાદના પ્રખ્યાત સાલાર જંગ પરિવારે મને સંભાજીનગરના જાલના રોડ પર દાઉદપુરામાં કિંમતી જમીન દાનમાં આપી હતી. તેમના દાવાના સમર્થનમાં, તેમણે હિબાનામા એટલે કે દાન પત્ર પણ રજૂ કર્યું છે, જેના પર સાલાર જંગના વારસદારોમાંના એક મીર મઝહર અલી ખાન અને તેમના 6 સંબંધીઓના હસ્તાક્ષર છે.
પોલીસ કમિશનર પ્રવીણ પવારે જણાવ્યું હતું કે આ કેસમાં જાવેદને સમન્સ પાઠવવામાં આવ્યું છે. પરભણીના એક વકીલે આ સોદા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને ત્યારબાદ સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ મામલે વકીલનું કહેવું છે કે, 'કોઈ આટલી મોંઘી અને પ્રાઇમ લોકેશનની જમીન ડ્રાઇવરને કેમ ભેટમાં આપશે? આવી સ્થિતિમાં, આ ગિફ્ટ ડીડની તપાસ થવી જોઈએ.' પોલીસે આ કેસમાં માહિતી એકત્રિત કરવા માટે મીર મઝહર અલી ખાન અને સાલાર જંગ પરિવારના અન્ય 6 સભ્યોનો સંપર્ક કર્યો છે. આ ગિફ્ટ ડીડ વિશે પરિવાર દ્વારા હજુ સુધી કોઈ વિગતો આપવામાં આવી નથી. તેમજ સાંસદના પુત્ર વિલાસે આ બાબતે વાંધો ઉઠાવ્યો છે.
Related Articles
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જાતીય શોષણનો આરોપ મૂકતાં ખળભળાટ
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જા...
Sep 06, 2026
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય કુમારનું હાર્ટ એટેકથી નિધન
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય...
Sep 06, 2026
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, નોટિફિકેશન જાહેર
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, ન...
Sep 06, 2026
મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડ, રાત્રે દારૂ પીધા બાદ 9 લોકોના મોત
મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડ, રાત્રે દારૂ પીધ...
Sep 06, 2026
સ્વતંત્ર ભારદ્વાજને જેલમાં ધકેલનાર નિશુ આઝાદના ઘરે પથ્થરમારો
સ્વતંત્ર ભારદ્વાજને જેલમાં ધકેલનાર નિશુ...
Sep 06, 2026
મણિપુરમાં સરકાર પર સંકટના વાદળો, બે નાયબ મુખ્યમંત્રી વચ્ચે વધ્યું ટેન્શન! ભાજપ માટે ચિંતાનો વિષય
મણિપુરમાં સરકાર પર સંકટના વાદળો, બે નાયબ...
Sep 06, 2026
Trending NEWS
05 September, 2026
05 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
03 September, 2026