નેતન્યાહૂ ફસાયા, પત્ની સામે તપાસના આદેશ, ભ્રષ્ટાચારના કેસમાં ઉત્પીડનનો આરોપ
December 27, 2024
ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂની પત્ની વિરુદ્ધ તપાસનો આદેશ જારી કરવામાં આવ્યો છે. ઈઝરાયલના એટર્ની જનરલે પોલીસને નેતન્યાહૂના પત્ની પર લાગેલા આરોપોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે પીએમના પત્નીએ ભ્રષ્ટાચાર કેસની સુનાવણી દરમિયાન રાજકીય વિરોધીઓ અને સાક્ષીઓને પરેશાન કર્યા હતા. ઇઝરાયલના ન્યાય મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી. સારા નેતન્યાહૂ સામે તપાસ થશે. મંત્રાલયે કહ્યું કે તાજેતરમાં એક રિપોર્ટ આવ્યો હતો જેમાં સારાહ નેતન્યાહૂ પર વિપક્ષને હેરાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હવે આ મામલે તેની સામે તપાસ થશે.
એવો આરોપ છે કે સારા નેતન્યાહૂની ભ્રષ્ટાચારના કેસોમાં જુબાની આપનારા લોકો અથવા વિપક્ષી પક્ષોના નેતાઓ વિરુદ્ધ પ્રદર્શન યોજવામાં ભૂમિકા હતી. આ બાબતે કેટલાક વોટ્સએપ મેસેજ પણ રજૂ કરવામાં આવ્યા છે. આમાંના એક મેસેજમાં, તેણે કહ્યું કે ટ્રાયલના મુખ્ય સાક્ષી, હાડાસ ક્લીનને ઘેરી લેવા જોઈએ અને તેની વિરુદ્ધ પ્રદર્શન થવું જોઈએ. જ્યારે ન્યાય મંત્રાલયે સારા નેતન્યાહૂ વિરુદ્ધ તપાસ શરૂ કરવાના મામલે હજુ સુધી કોઈ ઔપચારિક ટિપ્પણી કરી નથી, ત્યારે એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં બેન્જામિન નેતન્યાહૂ પોતાની પત્નીનો બચાવ કરતા જોવા મળે છે. નેતન્યાહૂ કહે છે કે મારી પત્ની અનેક પ્રકારના ચેરિટેબલ કાર્યો સાથે જોડાયેલી છે. તેમણે દેશ અને સમાજના ભલા માટે જ કામ કર્યું છે. આવી સ્થિતિમાં તેમના વિશે ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે.
Related Articles
ઈટાલીના 40 શહેરોમાં ભડકી આંદોલનની આગ! સંસદ ઘેરવા દોડી ભીડ, મેલોની સરકારની ચિંતા વધી
ઈટાલીના 40 શહેરોમાં ભડકી આંદોલનની આગ! સં...
Oct 31, 2026
'ગૌમુત્ર પીવે છે ભારતીયો..', ઈઝરાયલી ધર્મગુરુએ હિન્દુઓની મજાક ઉડાવતા ભારે વિવાદ
'ગૌમુત્ર પીવે છે ભારતીયો..', ઈઝરાયલી ધર્...
Oct 31, 2026
જાપાનમાં મોટી કુદરતી આફતની આશંકાથી હાઈ એલર્ટ: નાગરિકોને 7 દિવસનું રાશન-પાણી સંગ્રહવા સરકારનો આદેશ
જાપાનમાં મોટી કુદરતી આફતની આશંકાથી હાઈ એ...
Oct 28, 2026
હુમલા રોકવા રૂ.9,500 કરોડની ઓફર? સાઉદી-ઈરાન વચ્ચેની સિક્રેટ ડીલથી મિડલ ઈસ્ટમાં ખળભળાટ
હુમલા રોકવા રૂ.9,500 કરોડની ઓફર? સાઉદી-ઈ...
Oct 27, 2026
રિયાદનું કિંગ ખાલિદ હવાઈ મથક 15 દિવસે ફરી ખૂલ્યું, હુતી વિદ્રોહીઓએ ફરી હુમલાની ચેતવણી આપી
રિયાદનું કિંગ ખાલિદ હવાઈ મથક 15 દિવસે ફર...
Oct 27, 2026
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું...', ઈરાનની ધમકી
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું....
Oct 25, 2026
Trending NEWS
28 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026