ન્યૂઝીલેન્ડ-ઇંગ્લેન્ડ સુપર-12 મેચ:ન્યૂઝીલેન્ડની બીજી વિકેટ પડી

November 01, 2022

T20 વર્લ્ડ કપની સુપર-12 ગ્રુપ-1ની મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામે 180 રનનો લક્ષ્યાંક આપ્યો છે. 180 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી કિવી ટીમને બે ઝટકા લાગ્યા હતા. ડેવોન કોનવે અને ફિન એલન આઉટ થઈ ગયા છે.

અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમે કેપ્ટન જોસ બટલર (73 રન) અને એલેક્સ હેલ્સ (52 રન)ની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. કિવિઝ તરફથી લોકી ફર્ગ્યુસને સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

T20 વર્લ્ડ કપમાં આજે એક મહત્ત્વની મેચ છે. જેમાં બ્રિસ્બેનના ગાબામાં ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બન્ને ટીમમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યા નથી. ઇંગ્લેન્ડે સારી શરૂઆત કરી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ-11
ઇંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), એલેક્સ હેલ્સ, ડેવિડ મલાન, બેન સ્ટોક્સ, હૈરી બ્રૂક, લિયામ લિવિંગસ્ટન, મોઈન અલી, સૈમ કરન, ક્રિસ વોક્સ, આદિલ રાશિદ અને માર્ક વુડ.

ન્યૂઝીલેન્ડ: કેન વિલિયમસન (કેપ્ટન), ડેવોન કોનવે, ફિન એલન, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિચેલ, જિમી નીશમ, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉધી, લોકી ફર્ગ્યુસન, અને ટ્રેન્ટ બોલ્ટ.

ન્યૂઝીલેન્ડની ટીમ આ વર્લ્ડ કપમાં ખૂબ જ જોરદાર ફોર્મમાં છે. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ અપસેટનો શિકાર બની ગઈ છે. તેઓને આયર્લેન્ડની ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે આ મેચ ઇંગ્લેન્ડ માટે ખૂબ જ જીતવી જરૂરી છે.

ન્યૂઝીલેન્ડે અત્યારસુધી આ ટૂર્નામેન્ટમાં કુલ 3 મેચ રમી છે. જેમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામે જીત મેળવી હતી, તો અફઘાનિસ્તાન સામેની મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. તો બીજી તરફ, ઇંગ્લેન્ડે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. તો આયર્લેન્ડ સામે હાર મળી હતી. તો ઓસ્ટ્રેલિયા સામેની મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી.

બન્ને ટીમ વચ્ચે અત્યારસુધીમાં 22 T20 મેચ રમાઈ છે. જેમાં ઇંગ્લેન્ડે 12 અને ન્યૂઝીલેન્ડની ટીમે 8 મેચ જીતી છે, જ્યારે એક મેચ ટાઈ અને એક મેચ અનિર્ણિત રહી હતી.