દેશભરમાં 12 રાજયોમાં PFI ના સ્થળો પર NIA ના દરોડા

September 23, 2022

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ, PFI એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને દેશભરમાં જોડાયેલી લિન્ક પર ટેરર ફંડિંગ અને કેમ્પ ચલાવવાના કેસમાં દરોડા પાડ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ED, NIA અને રાજ્ય પોલીસે PFI સાથે જોડાયેલા 100 થી વધુ લોકોની, 10 થી વધુ રાજયોમાંથી અલગ-અલગ કેસમાં ધરપકડ કરી છે. PFI અને તેના લોકોની પ્રશિક્ષણ પ્રવૃત્તિઓ, ટેરર ફંડિંગ અને લોકોને સંગઠન સાથે જોડવા અંગેની આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે.

સામે NIAના દરોડા અંગે પીએફઆઈના જનરલ સેક્રેટરી અબ્દુલ સત્તારે કહ્યું કે વિરોધના અવાજને દબાવવા માટે એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અગાઉ 18 સપ્ટેમ્બરે NIAએ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 23 સ્થળો પર દરોડા પાડ્યા હતા. કરાટે ટ્રેનિંગ સેન્ટરના નામે પ્રતિબંધિત સંગઠન પર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના ટ્રેનિંગ કેમ્પ ચલાવવાના કેસમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા.