Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

HMP વાઇરસ, અમદાવાદમાં નવ મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

January 10, 2025

બીજો કેસ: હિંમતનગરમાં આઠ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ : દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઇરસની મહામારી બાદ હ્યુમન મેટાન્યૂમો વાઇરસે (HMPV) ચીન બાદ ભારતમાં એન્ટ્રી કરી છે. ગુજરાતમાં અમદાવાદ અને હિંમતનગર સહિત HMPVના અત્યારસુધીમાં ત્રણ કેસ નોંધાયો હતા. જ્યારે HMPVનો વધુ એક કેસ અમદાવાદથી સામે આવતા રાજ્યમાં કુલ ચાર કેસ નોંધાયા છે. જેમાં HMPVના ચોથા કેસમાં 9 મહિનાના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે રાજ્યમાં HMPVના કેસમાં વધારો થતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે.


રાજ્યમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં અમદાવાદમાં 9 મહિનાના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને વિહા ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જો કે, બાળકને હાલ ચાઈલ્ડ હુડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હોવાનું સામે આવ્યું છે.  અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હૉસ્પિટલમાં બાળકને 24 ડિસેમ્બર 2024ના દાખલ કરાયા બાદ 26 ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો હતો. પરંતુ આ મામલે હૉસ્પિટલે તંત્રને અવગત ન કરતાં AMC આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી હૉસ્પિટલ સત્તાધીશો પાસેથી સમગ્ર મામલે ખુલાસો માંગ્યો હતો. 


HMPVનો બીજો કેસ હિંમતનગરથી સામે આવ્યો હતો. જેમાં હિંમતનગરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે. જ્યારે જિલ્લામાં HMPVનો કેસ સામે આવતાની સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું.