નીતીશ જ કરશે બિહારનું નેતૃત્વ, મુખ્યમંત્રી પદ પર કોઈ વેકેન્સી નથી: ચિરાગ પાસવાન
May 18, 2025

ચિરાગને મુખ્યમંત્રી બનાવવાના પોસ્ટરોથી રાજકારણમાં ખળભળાટ
દરભંગા- એકતરફ બિહાર વિધાનસભી ચૂંટણીઓ નજીક આવી રહી છે, તો બીજીતરફ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન (Chirag Paswan)ના પોસ્ટરો પટનામાં જોવા મળતા રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પોસ્ટરોમાં ચિરાગને બિહારના મુખ્યમંત્રી બનાવાવનો ઉલ્લેખ કરાયો છે. જોકે ચિરાગ પાસવાને આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે તેઓ મુખ્યમંત્રી પદના દાવેદાર ન હોવાનું કહી કહ્યું છે કે, સીએમ નીતીશ કુમાર (CM Nitish Kumar) જ બિહારનું નેતૃત્વ કરશે.
તાજેતરમાં જ પટનાના અનેક સ્થળો પર ચિરાગ પાસવાનના પોસ્ટર લગાવાયા હતા. પોસ્ટરો પર ‘બિહારના મુખ્યમંત્રી તરીકે ચિરાગ જોઈએ’, ‘બિહાર તાજપોશીની રાહ જોઈ રહ્યું છે’, ‘બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ’ અને ‘બિહાર ચિરાગનું સ્વાગત કરવા તૈયાર’ જેવા અનેક પોસ્ટરો જોવા મળી રહ્યા છે. આ ઘટના બાદ ચિરાગને પ્રશ્ન કરવામાં આવતા તેમણે કહ્યું કે, ‘2025માં બિહારમાં મુખ્યમંત્રી પદ માટે કોઈ જગ્યા ખાલી નથી. એનડીએ નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારની ચૂંટણી લડશે અને જીતીને સરકાર બનાવશે.’
દરભંગા આવેલા ચિરાગ પાસવાને પોસ્ટરો અને હોર્ડિંગ્સ પરની બાબતોને અટકળો કહી દીધી છે. તેમણે કહ્યું કે, હાલમાં આવો કોઈ દાવો નથી. નીતિશ કુમારના નેતૃત્વમાં NDA સંપૂર્ણપણે આગળ વધશે.
તેમણે વધુમાં કહ્યું કે, હાલમાં નીતિશ કુમાર બિહારમાં એનડીએનું નેતૃત્વ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ તેઓ જ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનથી આગામી વિધાનસભા ચૂંટણી પછી નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે. નીતીશ કુમારનું વિઝન બિહારનો વિકાસ છે અને વડાપ્રધાન તે વિઝન સાથે સરકારનું નેતૃત્વ કરશે
Related Articles
'મરાઠીમાં બોલો નહીંતર રાજ ઠાકરે...' ભાષા વિવાદનો શિકાર થયો વિદ્યાર્થી, વોટ્સએપ મેસેજ ભારે પડ્યો
'મરાઠીમાં બોલો નહીંતર રાજ ઠાકરે...' ભાષા...
Jul 26, 2025
ટેલિવિઝન અને ઈન્ટરનેટ બાળકોનું બાળપણ છીનવી રહ્યા છે... અલ્લાહાબાદ હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી
ટેલિવિઝન અને ઈન્ટરનેટ બાળકોનું બાળપણ છીન...
Jul 26, 2025
બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં પહેલી વખત શરૂ કરાઈ ઐતિહાસિક યોજના
બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં...
Jul 26, 2025
PM મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, 75% રેટિંગ સાથે પ્રથમ સ્થાને
PM મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, 75%...
Jul 26, 2025
LoC પાસે લેન્ડ માઇન બ્લાસ્ટ, 1 જવાન શહીદ, 3 ઇજાગ્રસ્ત
LoC પાસે લેન્ડ માઇન બ્લાસ્ટ, 1 જવાન શહીદ...
Jul 26, 2025
ભારતીય સેનાની તાકાતમાં વધારો, BEL સાથે કરાઇ 2000 કરોડની ડીલ
ભારતીય સેનાની તાકાતમાં વધારો, BEL સાથે ક...
Jul 26, 2025
Trending NEWS

26 July, 2025

26 July, 2025

26 July, 2025

26 July, 2025

26 July, 2025

26 July, 2025

26 July, 2025

25 July, 2025

25 July, 2025

25 July, 2025