Breaking News :
ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડોઃ એપ્રૂવલ રેટિંગ 33% પર ગગડ્યું, 67% અમેરિકનો કામગીરીથી નારાજ સીરિયાના અબુ અલ-દુહુર એરબેઝ પર 4 હવાઈ હુમલા, મુખ્ય રનવેને નિશાન બનાવાયો; ઇઝરાયલ પર શંકા ઝામ્બોઆંગાની હાઇસ્કૂલમાં વિદ્યાર્થીએ ફાયરિંગ કરતાં એકનું મોત, 2 ઘાયલ હુમલાખોરે આત્મહત્યા કરી વિદ્યાર્થીઓના વિરોધની આશંકા વચ્ચે TISSએ CJI સૂર્યકાંતનું નામ યાદીમાંથી હટાવ્યું, ડો. સી. એસ પ્રમેશ રહેશે મુખ્ય અતિથિ રામ મંદિર દાન ચોરી કેસમાં ચંપત રાય-અનિલ મિશ્રાને ક્લિનચીટ, યોગી સરકારની SITનો અંતિમ રિપોર્ટ ટ્રસ્ટને સોંપાયો લદ્દાખ-સિયાચીન માટે -60°Cમાં પણ ચાલે તેવું એક્સ્ટ્રીમ વેધર ગ્રેડ ડીઝલ તૈયાર કરાયું, બીના રિફાઇનરીથી સેનાનો જથ્થો રવાના

ઉત્તર મેસેડોનિયા નાઈટ ક્લબમાં આગ લાગતાં 51 લોકો જીવતા ભૂંજાયા

March 16, 2025

બાલ્કન ટાપુ : દક્ષિણ યુરોપના મધ્ય બાલ્કન ટાપુ પર આવેલા ઉત્તર મેસેડોનિયાના કોસાણીમાં એક લોકપ્રિય પલ્સ નાઈટ ક્લબમાં ભયંકર આગની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ઓછામાં 51 લોકો માર્યા ગયાની આશંકા છે. આ નાઈટ ક્લબ રાજધાની સ્કોપ્જેથી લગભગ 100 કિ.મી. દૂર પૂર્વમાં આવેલી છે.  આગની ઘટના રવિવારે સવારે બની હતી જ્યારે પ્રસિદ્ધ હિપ હોપ કપલ એડીએન લાઈવ પરફોર્મન્સ આપી રહ્યું હતું. તેનું પરફોર્મન્સ જોવા માટે લગભગ 1500 લોકોની ભીડ એકઠી થઈ હતી. આગે સમગ્ર ક્લબને ભરડામાં લીધુ હતું. એવું મનાય છે કે આગ પાયરો ટેક્નિક ઈફેક્ટને કારણે લાગી હશે. જેનો ઉપયોગ આતશબાજી કરવા માટે થાય છે. તેમાંથી જ્વાળાઓ નીકળે છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં નાઈટ ક્લબને આગની જ્વાળાઓમાં ઘેરાયેલી જોઈ શકાય છે. જોકે રાતના સમયે પણ ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દેખાઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 50 થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યાની માહિતી છે જ્યારે ઘાયલોનો આંકડો પણ મોટો છે. જોકે હજુ સુધી મોતનો સાચો આંકડો સામે આવી શક્યો નથી.