મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
May 02, 2026
પશ્ચિમ બંગાળમાં આગમી ચોથી મેના રોજ વિધાનસભા ચૂંટણીની મતગણતરી થવાની છે. જે પહેલા સરકારી કર્મચારીઓને સુપરવાઈઝર તરીકે નિયુક્ત કરવાના ચૂંટણી પંચના નિર્ણય સામે TMCએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તૃણમૂલ કોંગ્રેસ (TMC) દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજી પર સુપ્રીમ કોર્ટે શનિવારે સુનાવણી પૂર્ણ કરી છે અને આ મામલે કોઈ પણ પ્રકારનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે.
જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની સ્પેશિયલ બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. અદાલતે ચૂંટણી પંચની એ રજૂઆતને રેકોર્ડ પર લીધી હતી જેમાં પંચે ખાતરી આપી છે કે મતગણતરી સ્ટાફની નિમણૂક અંગેના પરિપત્રનું સંપૂર્ણ અક્ષરશઃ પાલન કરવામાં આવશે. આ ખાતરી બાદ કોર્ટે કહ્યું કે હવે કોઈ નવો આદેશ આપવાની જરૂર નથી.
TMC વતી વકીલ કપિલ સિબલે દલીલ કરી હતી કે ચૂંટણી પંચ પારદર્શિતા જાળવી રહ્યું નથી અને રાજ્ય સરકારના કર્મચારીઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલ ફગાવતા સ્પષ્ટ કર્યું હતું કે, સરકારી કર્મચારીઓ કોઈ પક્ષ પ્રત્યે વફાદારી ધરાવે છે તેવું માની શકાય નહીં, તેઓ માત્ર તેમની ફરજ બજાવે છે.
TMC વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં દલીલ કરી હતી કે, "ચૂંટણી પંચના આ નિર્ણયથી ચૂંટણીની નિષ્પક્ષતા પ્રભાવિત થશે. પંચે અચાનક જ ગેરરીતિની આશંકા વ્યક્ત કરીને રાજ્યના કર્મચારીઓને બદલે કેન્દ્રીય કર્મચારીઓને પ્રાધાન્ય આપ્યું છે, જે અગાઉ ક્યારેય બન્યું નથી."
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, જો તમામ ગણતરી સુપરવાઈઝર કેન્દ્રીય કર્મચારીઓ હોય તો પણ તેને ખોટું કહી શકાય નહીં, કારણ કે નિયમો મુજબ ચૂંટણી પંચ રાજ્ય અથવા કેન્દ્ર બંનેમાંથી કોઈ પણ પૂલમાંથી સ્ટાફની પસંદગી કરી શકે છે.
Related Articles
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપકે ભડક્યા, CMને અલ્ટીમેટમ
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટ...
Sep 27, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુવકને લાફો ઝીંકી દીધો
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા...
Sep 27, 2026
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્દે મમતાના આક્ષેપોનો આપ્યો જવાબ
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્...
Sep 27, 2026
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ ગોળીઓ વરસાવી બે લોકોને મોતને ઘાત ઉતાર્યા
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ...
Sep 27, 2026
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય કમિશનરો સહમત હતા : ચૂંટણી પંચ
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય ક...
Sep 27, 2026
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિ...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026