હવે ગોવાના વિવિધ બીચ પર મહિલાઓ માટે બનાવાયો 'સ્પેશિયલ ઝોન
May 11, 2025

ગોવા : આજકાલ ટ્રાવેલિંગનો શોખ સતત વધી રહ્યો છે, ખાસ કરીને યુવાનોમાં સોલો ટ્રાવેલિંગ અર્થાત એકલા મુસાફરી કરવાનો ક્રેઝ પણ વધ્યો છે. જેમાં ભારતમાં મોટાભાગના યુવાનોનું સપનું ફ્રેન્ડ્સ ટ્રીપ કે સોલો ટ્રીપમાં ગોવા ફરવાનું છે. આ પસંદગી અને લોકપ્રિયતાની સાથે સાથે ગોવા પ્રશાસને પ્રવાસીઓ-મુલાકાતીઓની સલામતી પર ભાર મૂક્યો છે. જેમાં ખાસ કરીને છોકરીઓની સુરક્ષા પર ધ્યાન આપતાં સ્પેશિયલ ઝોન બનાવવાની જાહેરાત કરી છે. જો કોઈ મહિલા એકલી સોલો ટ્રીપમાં ગોવા ફરવાની યોજના બનાવી રહી હોય તો તે સુરક્ષિત પોતાનો પ્રવાસ માણી શકે તે હેતુ સાથે ગોવા પ્રશાસન અને લાઈફગાર્ડ એજન્સી દ્રષ્ટી મરીને એક નવી પહેલ શરૂ કરી છે. જેમાં મહિલાઓ માટે ખાસ સ્વિમિંગ ઝોન બનાવવામાં આવ્યો છે. આ ઝોનમાં આવેલા બીચ પર માત્ર મહિલાઓ જ દરિયામાં નાહી શકશે. અથવા બીચ પર આરામ કરી શકશે. આ ઝોનમાં પુરૂષોના પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો છે. જેથી મહિલાઓ મુક્તપણે અહીં વિહાર કરી શકશે.
ગોવા પ્રશાસને ત્રણ ઝોન બનાવ્યા છે. જેમાં એક મહિલાઓ માટે, બીજો પુરૂષો માટે અને ત્રીજો ફેમિલી ઝોન છે. ગોવામાં અનેકવાર એકલી મહિલાઓ છેડતી, ફોટોગ્રાફી, વીડિયોગ્રાફીનો ભોગ બની છે. જેથી મહિલાઓની ગોપનીયતા, સુરક્ષા અને અનુકૂળતાને ધ્યાનમાં રાખી આ ઝોન બનાવવામાં આવ્યા છે.
- આ બીચ પર છે સ્પેશિયલ ઝોન
કેલાંગુટ બીચ
બાગા બીચ
અરામબોલ બીચ
કોલવા બીચ
મોર્જિમ બીચ
મીરામાર બીચ
બૈના બીચ
બોગમાલો બીચ
બાગા-2 બીચ
અશ્વેમ બીચ
Related Articles
આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી
આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજો...
May 12, 2025
PM મોદીના નિવાસે ફરી મોટી બેઠક, ત્રણેય સૈન્ય પ્રમુખ સાથે રાજનાથ-CDS પણ પહોંચ્યા
PM મોદીના નિવાસે ફરી મોટી બેઠક, ત્રણેય સ...
May 12, 2025
ભારત-પાકિસ્તાન સીઝફાયરમાં અમેરિકાની દખલ મુદ્દે વિપક્ષ આક્રમક, સોશિયલ મીડિયા પર ઈન્દિરા ગાંધી ટ્રેન્ડમાં
ભારત-પાકિસ્તાન સીઝફાયરમાં અમેરિકાની દખલ...
May 12, 2025
ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ
ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગ...
May 12, 2025
છત્તીસગઢના રાયપુરમાં ટ્રેલર સાથે અથડાતા માલવાહક વાહનમાં બેઠેલા 13 લોકોના મોત
છત્તીસગઢના રાયપુરમાં ટ્રેલર સાથે અથડાતા...
May 12, 2025
આતંકવાદીઓના ઠેકાણાઓ અને પાકિસ્તાની એરબેઝ પર હુમલાની સેટેલાઇટથી પુષ્ટિ
આતંકવાદીઓના ઠેકાણાઓ અને પાકિસ્તાની એરબેઝ...
May 12, 2025
Trending NEWS

12 May, 2025